Tantri Sthanethi

News of Monday, 29th April, 2013




જિત
નહિ, હાર!

પાકિસ્‍તાન નાલાયક છે જ, પણ આપણી સરકાર તો મહા...

    

    

   ઇતિહાસની દૃષ્ટિએ આજનો દિવસ ખતરનાક છે. ર૯ એપ્રિલે ૧૯૪પની સાલમાં ભયાનક સત્તાધીશ મુસોલીનનો તેના દેશવાસીઓ દ્વારા જ વધ થયો હતો. સત્તાધીશો રાક્ષસ બને કે માયકાંગલા સાબિત થાય ત્‍યારે નાગરિકોનો આક્રોશ ભભૂકતો હોય છે. આ બાબતથી મનમોહન સરકાર અજાણ હોય તેમ લાગે છે. સામાન્‍ય ભારતીય નાગરિકો માટે મનમોહન સરકાર પાસે કોઇ નક્કર વૃત્તિ કે નીતિ હોય તેમ લાગતું નથી. પાકિસ્‍તાનમાં ભારતીય સરબજ્‍તિસિંઘનો મુદ્દો ઘણા સમયથી ગરમ હતો, આ સરકારે કોઇ નક્કર કાર્યવાહી કરી નહિ. આ ભારતપ્રેમી નાગરિક પર પાક. જેલમાં રાક્ષસ હુમલો થયો, સરબજિતના જીવનની અંતિમ ઘડી ગણાઇ રહી છે છતાં સોનિયાઓ, મનમોહનો, ખુરશીદો હજુ હરકતમાં આવ્‍યા નથી...

   સરબજિત મામલે પાકિસ્‍તાન નાલાયક સાબિત થયું છે, પરંતુ સવાલ એ ઉઠે છે કે- આ મામલે ભારત સરકાર મહા... સાબિત થઇ છે.

   સરબજિતની સારવાર પાકિસ્‍તાનની ફાલતુ હોસ્‍પિટલમાં ચાલી રહી છે. સારી સારવાર મળે તે માટે પણ મનમોહન સરકાર કોઇ કાર્યવાહી કરતી નથી.  પાક. વડાપ્રધાન ભારત આવ્‍યા ત્‍યારે તેની સામે મુજરા કરનાર સલમાન ખુરશીદો સરબજિત મામલે કેમ મૌન છે ? પાકિસ્‍તાન ભારતનું દુશ્‍મન હોવા છતાં તેની સામે મિત્રતા દાખવનાર વિદેશ પ્રધાન સલમાન ખુરશીદો તેના સંબંધોના ઉપયોગથી સરબજિતને ઉત્તમ સારવાર કેમ નથી અપાવતા ? પાકિસ્‍તાને સરબજિતના પરિવારને વીઝા પણ ઉપકાર કરતા હોય તેમ આપ્‍યા છે.

   આપણે મહાસત્તા છીએ છતાં ફાલતુ દેશો સામે લાચારી શા માટે કરીએ છીએ ? મહાસત્તાની કમનસીબી એ છે કે, અહીં મહાલબાડો સત્તા પર છે.

   સરબજિત તો ખૂબ દૂરની બાબત છે, પાકિસ્‍તાની રક્ષસોએ સરહદમાં ઘુસીને ભારતીય જવાનોના ડોકા કાપ્‍યા છતાં મનમોહન સરકાર કંઇ ઉકાળી શકી નથી, તો સરબજિત મામલે આ લબાડો પાસે શી અપેક્ષા રખાય ? બંને દેશો વચ્‍ચે તનાવની સ્‍થિતિ છે છતાં આઇપીએલમાં પાકિસ્‍તાની ક્રિકેટના કહેવાતા નિષ્‍ણાતો ખુલ્લેઆમ જલ્‍સા કરે છે, આવું શા માટે આપણે ચલાવી લઇએ છીએ ?

   ખેર, સરબજિતજીને એટલું જ કહેવાનું કે, દોસ્‍ત... અફસોસ છે કે તું ભારતીય છો, તું ઇઝરાઇલી હોત તો અત્‍યારે કરાંચી પર મિસાઇલ મારો ચાલતો હોત અને રાક્ષસો ભડકે બળતા હોત...

   ભારત તો ખુદના જ દેશભકતોના જીવ બાળતા નેતાઓનો દેશ બની ગયો છે. રાક્ષસો વચ્‍ચે રહીને પણ જીવવું એ સરબજિતની જીત છે, એ રાષ્ટ્રભકત જતી ગયો છે, દેશઆખો હાર્યો છે..

    

 (09:08 am IST)
[social_media]
 
 
[all_news_right_side]