Tantri Sthanethi

News of Thursday, 2nd May, 2013

ગીધડાં
જશ્‍ન
શરૂ...

સરબજિતના મુદ્દામાંથી દરેક પોતાનો ખોરાક શોધે છે....

   સરબજિતસિંઘને સત્તાવાર મૃત ઘોષિત કરવાનું કાર્ય પાકિસ્‍તાન પૂરું કર્યું અને ભારતના ભૂખ્‍યા ગીધડાં જશ્‍નની હરકતમાં આવી ગયા... પાકિસ્‍તાન પર ત્રાટકવાને બદલે મનમોહનસિંઘ મુદ્દા પર ત્રાટકયા. ભારતના વડાપ્રધાને પ્રતિભાવ આપતાં કહ્યું- ‘આ કૃત્‍ય જઘન્‍ય છે\' કેન્‍દ્રીય પ્રધાનોથી માંડીને કોંગ્રેસના મોટા ગણાતા નેતાઓએ પ્રતિભાવો આપ્‍યા...

   મનમોહનબાપાને કોઇએ કહેવું જોઇએ કે, સરબજિતસિંઘ પર હુમલો થયો ત્‍યારથી ભારતીયોને ખબર છે કે, આ હુમલો કૃર જઘન્‍ય છે. પાકિસ્‍તાન વારંવાર ભારતને જઘન્‍ય અનુભવો કરાવતું રહ્યું છે એ પણ ભારતીયોજને ખબર છે. જઘન્‍યતા સામે વડાપ્રધાને માત્ર લાચારી ભર્ર્યુ નિવેદન આપવાનું ન હોય, પ્રતિસાદ આપવાનો સમય વીતી ગયો છે, વડાપ્રધાને હવે પ્રતિકાર કરવાની જરૂર છે.

   હયાતીમાં સરબજિત વતન આવવા તરફડતા હતા, પરંતુ રાક્ષસોએ તેમને પીંખી નાખ્‍યા. એ હયાત હતાં ત્‍યારે આ મુદ્દામાં મનમોહન સરકારે જરા પણ રસ ન લીધો, હવે સરબજિતના મૃત-દેહને વિશેષ વિમાન દ્વારા ભારત લાવી રહ્યા છે.

   ગીધડાને સજીવમાં નહિ, મૃતદેહમાં જ રસ પડે છે. સરબજિતમાં પણ કેન્‍દ્રિય માંધાતાઓથી માંડીને આમ રાજકારણીઓને હવે રસ પડયો છે, દરેક નેતુ સરબજિતના મુદ્દામાંથી પોતાનો ‘ખોરાક\' શોધવા નીકળી પડયું છે. અરવિંદ કેજરીવાલ પણ આ મુદ્દામાં કેન્‍દ્રની નીતિની નિષ્‍ફળતા ગણાવી છે. આવા કેજરીવાલોને પૂછવું જોઇએ કે- સરબજિત હયાત હતાં ત્‍યારે તેની મુકિત માટે તમને ઉપવાસ કરવાનું કેમ ન સૂઝયું ? આવા પ્રશ્નનો જવાબ એ જ છે કે, ગીધડાંને મૃતદેહમાં જ રસ હોય...

   સરબજિતના બહેન દલવીર કૌરે આજે ખૂબ આક્રોશ વ્‍યકત કર્યો. પંજાબમાં તનાવ જેવી સ્‍થિતિ થઇ ગઇ. ભારતીયોએ સમજવું જોઇએ કે, સરબજિતનો પ્રશ્ન પારિવારિક નથી કે પ્રાંતીય નથી. આ પ્રશ્ન રાષ્ટ્રીય સ્‍તરનો છે. ઉહાપોહ અને આક્રોશ દેશભરમાં ઉઠવો જોઇએ. યાદ રાખજો કે, પાકિસ્‍તાનનું રાક્ષસીપણું સરબજિતના મોતથી પૂરું થઇ જતું નથી. આ રાક્ષસો ભારતમાં વારંવાર કૃરતા કરે છે, સરબજિતની જેમ એક દિવસ રાક્ષસો આપણને પણ સ્‍વાહા કરી દેશે. આપણા ફૂરચા ઉડશે ત્‍યારે આપણો પરિવાર આક્રોશ વ્‍યકત કરતો હશે અને ભારતના ગીધડાં-ગીધડીં આપણા મોત પર જશ્‍ન મનાવતા હશે...

   બલવીર કૌરના આક્રોશમાં આપણો બૂલંદ અવાજ સામેલ થવો જોઇએ. સરબજિતજીને શ્રદ્ધાંજલી આપવાથી કામ પૂરું થઇ જતું નથી. શહીદોના આત્‍માને ખરેખર શાંતિ આપવી હોય તો તેની શહીદીને શોભે તેવો બદલો લેવો જોઇએ.

   ભારતીય જવાનોનું માથું પરત ન મળે ત્‍યાં સુધી ઝરદારીઓના માથા સલામત ન રહેવા જોઇએ. પાકિસ્‍તાનને જઘન્‍ય કહીને સૂઇ જનારા મનમોહનો, સલમાન ખુરશીદો, તીવારીઓ, સોનિયાઓને જવાબદારીનું ભાન કરાવવું એ નાગરિકોનું કર્તવ્‍ય છે. આવા ગીધડાં-ગીધડીંગને સહન કર્યે રાખીશું તો...

    

 (05:30 am IST)
[social_media]
 
 
[all_news_right_side]