Tantri Sthanethi

News of Monday, 6th May, 2013

મામો
નંબરી,
ભાણિયો
દશ નંબરી!

ગાડું મામા ચલાવે, ટિકિટ ભાણિયો કટકટાવે... ટ્રેનકાંડ-કોલસાકાંડ ના-લાયક સાબિત થયેલા નેતાઓ રાજીનામા ન આપે તો તેમને મારીને કાઢો

   

   બાપ નંબરી, બેટા દશ નંબરીના ખેલ રાજકારણમાં ઘણાં જોયા, મનમોહનની ટોકીઝમાં હાલ નવી ફિલ્‍મ ચાલે છે, ‘‘મામા નંબરી, ભાણિયા દશ નંબર!\'\' આ ફિલ્‍મમાં મુખ્‍ય ભૂમિકા સીબીઆઇએ ભજવી છે. રેલ્‍વે મંત્રીના ભાણિયાને તોતીંગ લાંચ લેતો ઝડપીને સીબીઆઇએ ખરા અર્થમાં પરાક્રમ કર્યું છે.

   આ પૂર્વે પણ મનમોહનની ટોકીઝમાં કોલસા કાંડ ફિલ્‍મ હીટ બની હતી. આ ફિલ્‍મમાં સરકારી હીરાઓ, પ્રધાનો, વડાપ્રધાન કાર્યાલયના માંધાતાઓને સીબીઆઇએ કોર્ટમાં ઉધાડા પાડી દઇને પરાક્રમ કર્યું છે. મનમોહન સરકાર ઉપરથી નીચે સુધી ભ્રષ્‍ટાચારમાં ગળાડૂબ સાબિત થઇ રહી છે છતાં કોંગ્રેસનાં પ્રવકતાઓ ભ્રષ્‍ટ પ્રધાનોના બચાવ કરી રહ્યા છે. રેલ્‍વે પ્રધાન કાયદા પ્રધાન જેવા પદો પર હજુ ભ્રષ્‍ટ નેતાઓ ચોટી રહ્યા છે. સોનિયા-રાહુલ-મનમોહન આ ફિલ્‍મોને કયા આધારે ચાલવા દે છે?

   રેલ્‍વેમાં જી.એમ. પદ માટે રેલ મંત્રીનો ભાણિયો તોતીંગ લાંચ કટકટકાવે છતાં મંત્રી પવનભાઇ એટલું બોલીને ચુપ થઇ ગયા... ‘‘મારે ભાણિયા સાથે કંઇ સંબંધ નથી!\'\' ભાણિયાએ સોદો કર્યા બાદ જી.એમ.ની નિમણૂંક શા માટે થઇ? ભાણિયાની કંપનીએ રાતો-રાત પ્રગતિ કેમ કરી? ભાણિયાની કંપનીમાં મામાના સ્‍વજનો પણ ભાગીદાર છે, મામાને આ કોઇ સાથે સંબંધ નથી?

   આ પ્રશ્નોનો જવાબ મામા આપતા નથી, રાજીનામું પણ આપતા નથી... આખી ઘટનાનું તારણ એ છે કે, ભાણિયાએ ખરા અર્થમાં મામાને મામા બનાવ્‍યા છે અને હવે મામા સરકારને અને આખા દેશને મામા બનાવી રહ્યા છે. સીબીઆઇ ખરેખર સ્‍વતંત્રતાથી કામ કરે તો આવા કેટલાય સરકારી મામા-ભાણિયા દેશના વિલન સાબિત થાય તેમ છે.

   આજે સીબીઆઇએ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યો છે કે, કોલસા કૌભાંડના રીપોર્ટમાં પ્રધાન અશ્વિનીકુમાર અને વડાપ્રધાન કાર્યાલયે ફેરફારો કરાવ્‍યા હતા.... આ બાબત ભયાનક ગણાય છે. સીબીઆઇની સ્‍વતંત્રતા પર તરાપના પુરાવા સમાન ગણાય છે, રાષ્‍ટ્રનો ખુલ્લેઆમ દ્રોહ કર્યો ગણાય.... પણ લાગે છે કે, નાક વગરના બની ગયેલા મનમોહન -સોનિયાઓ ગંભીરતાથી લેતા નથી.

   કોંગ્રેસના પ્રવકતાઓ એક જ વાત કહે છે કે, વિપક્ષને રાજીનામા માંગવાની ટેવ પડી છે. વિપક્ષની વૃત્તિ-ધ્‍યેય જે હોય તે એ બાબતને તકડે મૂકો તે પણ ટ્રેન-કોલસા કૌભાંડોની જે વિગતો બહાર આવી એ દેશવાસીઓને ખળભળાવી દે તેવી છે, ભ્રષ્‍ટાચારથી નીતરતા બદનામ પ્રધાનોને પદ પર રાખીને સોનિયાઓ દેશને શું સંદેશ આપે છે?

   આવા પ્રધાનો રાજીનામા ન આપે તે બાબત ભારતીયોની સહનશકિતની કસોટી સમાન ગણાય. સરકારે નૈતિકતાને રીતસર તડકે મૂકી દીધી છે, આ રીતે ભારતીયો નૈતિકતાને  પડતી મૂકશે તો પવન બંસલોની જ નહિ, મનમોહનો-રાહુલોના પણ કપડાં શોધવા અઘરા થઇ જશે. પ્રવચનોમાં ડાહી-ડાહી વાતો કરતા રાહુલ સામે પ્રશ્‍ન ઉછે છે કે, ખરેખર આ સમય આક્રમક નેતાગીરીનો પરચો દેખાડવાનો છે, તો ચૂપ કેમ છો?

   આવા સવાલો પૂછવાથી વિશ્વ આપણી સામે હતું હશે. રાહુલે કવાટ્રોચી મામાને છટકાવી દીધા હતા, આવા ભાણિયાના રાજમાં પવનમામાઓને જલ્‍સા જ હોય ને...

   આપણે બે\'ક દિવસમાં હજુ પણ એક મુદ્દે મામા બનવાનું આવશે. કર્ણાટકની ચૂંટણીમાં ભાજપ યેદીયુરપ્‍પાના પાપે મરશે, કોંગ્રેસને જીત મળે તેવું લાગે છે, તરફેણમાં પરિણામો આવશે ત્‍યારે રાહુલો ઉછળી-ઉછળીને કહેશે, ‘‘જુઓ, મતદારો અમારી સાથે છે!\'\'

   ખરેખર આ દેશને ભગવાન પણ બચાવી શકે તેમ લાગતું નથી... પ્રભુને પ્રાર્થના કરીએ કે, તારે બચવું હોય તો ભારત-ભારતીયોથી સાવધાન રહેજે. આ દેશ ‘‘મામા બનવાના\'\' શોખીનોનો બની ગયો છે!

    

 (05:30 am IST)
[social_media]
 
 
[all_news_right_side]