Tantri Sthanethi

News of Thursday, 9th May, 2013

વં
દે
પોપટમ્‌ !

સીબીઆઇ પોપટ, કાયદા પ્રધાન તેનાથી મોટો પોપટ, વડાપ્રધાન સૌથી મોટો પોપટ... પોપટોના રાજમાં વંદેમાતરમ્‌નું અપમાન.....

   

   કાલે ત્રણ ઘટનાઓ મહત્‍વની હતી. કર્ણાટકના પરિણામો, સુપ્રીમ કોર્ટની અભુતપૂર્વ ટિપ્‍પણી અને વંદેમાતરમ્‌નું લોકસભામાં જ વટથી અપમાન... સુપ્રીમ કોર્ટે સીબીઆઇને પઢાવેલા પોપટનું વિશેષણ આપ્‍યું. અધિકાર ન હોવા છતાં કાયદામંત્રીથી માંડીને કેન્‍દ્રના માંધાતાઓએ કોલસાકાંડના રીપોર્ટમાં ફેરફાર કર્યાનું સુપ્રીમ કોર્ટે જણાવ્‍યું. દેશમાં સન્‍નાટો મચી ગયો, પણ કાયદામંત્રીથી માંડીને કેન્‍દ્રના માંધાતાઓ હજુ પદ પર રહીને જલ્‍સા કરે છે... નેતિકતા કે શરમ જેવું કંઇ દેખાતું નથી. આ ટોળકીએ કર્ણાટકના કોંગ્રેસના વિજયને ઝાંખો પાડી દીધો છે.

   સીબીઆઇની દશા તો પીંજરામાં કેદ પઢાવેલા પોપટ જેવી જ છે, હવે સુપ્રીમ કોર્ટની સક્રિયતાથી એ ખરેખર આઝાદ સિંહ બને તેવી અપેક્ષા રાખીએ. સીબીઆઇને પઢાવનારાનો વિચાર કરવા જેવો છે. કાયદા પ્રધાન ભલે પોપટના માસ્‍ટર ગણાય, પણ વાસ્‍તવમાં એ સીબીઆઇથી મોટા રાજકીય પોપટ જેવા છે. છેલ્લા કેટલાક સમયથી વડાપ્રધાન મનમોહનસિંઘ તો સૌથી મોટા રાજકીય પોપટ તરીકે ઉપસ્‍યા છે.

   કોંગ્રેસમાં કહેવાય છે કે, સોનિયા ગાંધી સર્વેસર્વા છે. તેમના આદેશ સામે પોપટ બને એ જ પક્ષમાં રહી શકે છે. આ વાતમાં તથ્‍ય પણ જોવા મળ્‍યું છે. ટ્રેનકાંડ-કોલસાકાંડની જે ઘટનાઓ બની છે, તેમાં કેન્‍દ્રના પ્રધાનો સીધા સંડોવાયેલા દર્શાય છે છતાં તેઓ રાજીનામા આપતા નથી. પક્ષ બદનામ થાય છે. આ સંજોગોમાં અહેવાલ આવ્‍યો કે, પ્રધાનોની સંડોવણીથી સોનિયા ગાંધી નારાજ છે, પણ મનમોહન તેના રાજીનામા લેતા નથી !!

   બદનામી મનમોહન નામના પોપટ પર અને કર્ણાટકના વિજયનો જસ પુત્ર રાહુલ પર... આ પોપટપણું સ્‍પષ્ટરૂપે નજર સામે આવે છે. મીડિયામાં ચર્ચામાં ગંભીર મુદ્દા ઉપસ્‍યા હતા. નિષ્‍ણાતોના અભિપ્રાય પ્રમાણે સીબીઆઇના અહેવાલમાં કાયદા પ્રધાને વડાપ્રધાનને બચાવવા ફેરફારો કર્યા હતાં. વડાપ્રધાન સોનિયાજીની આબરુ બચાવવા પોતાના પર બદનામી ઓઢી રહ્યા છે... તારણ એ નીકળે છે કે, નાના-મોટા પોપટો એક-બીજાને બચાવવા મેદાને પડયા છે. આવા પોપટોના રાજમાં રાષ્ટ્રગીતના અપમાનની ગંભીર ઘટનાઓની પણ ખાસ નોંધ લેવાતી નથી.

                *       *       *

   બિહારના સાંસદ સફીકુર્રરહેમાન બર્ક રાષ્ટ્રગીતનું વટથી અપમાન કર્ર્યુ. લોકસભામાં વંદેમાતરમ્‌નો પ્રારંભ થયો અને આ સાંસદે ખુલ્લેઆમ ગૃહત્‍યાગ કર્યો. મીડિયા સાથેની વાતચીતમાં સાંસદે વટથી કહ્યું કે, વંદેમાતરમ્‌ ગીતને ઇસ્‍લામ સ્‍વીકારતો નથી... રાષ્ટ્રના અપમાનની આ સાવ ખુલ્લી ઘટના છે, છતાં પોપટો મૌન છે.

   વિચાર કરો- કોઇ સાંસદે હિન્‍દુત્‍વની વાત કરીને રાષ્ટ્રને ન શોભે તેવું વર્તન કર્ર્યુ હોત તો ? દેશભરના પઢાવેલા કોંગી બિનસાંપ્રદાયિક પોપટો પેં-પેં-પેં-પેં કરી મૂકત. આવું થવું જ જોઇએ, રાષ્ટ્ર પર ધર્મ કયારેય હાવી ન થાય. પાકિસ્‍તાનમાં કોઇ હિન્‍દુ પોતાના ધર્મને અનુસરીને રાષ્ટ્રગીતનું અપમાન કરે તો તેનું શું થાય ? વિચાર થથરાવી દે છે.

   શફીકુર્ર રહેમાન બર્ક સામે કોઇ રાજકીય પક્ષ-નેતા-નેતી અવાજ ઉઠાવતું નથી. લઘુમતી મતો દૂર થઇ જશે તેવો ભય લાગે છે. પીંજરામાં પૂરાયેલા-પઢાવેલા પોપટોનો આ દેશ છે, પીંજરામાં પેં-પેં કરનાર પાસે ખુમારી-સ્‍વમાન ન હોય. આપણે ‘વંદે પોપટમ્‌\' ના યુગમાં જીવી રહ્યાં છીએ... અહીં ભારતમાતાને ડાકણ કહેનારા બિનસાંપ્રદાયિક ગણાય છે, ભારતમાતાને વંદના કરનારા સાંપ્રદાયિક ગણાય છે. બોલો, પોપટો-પોટીઓની જય !

    

 (05:30 am IST)
[social_media]
 
 
[all_news_right_side]