Ye Sach Hai

News of Monday, 8th April, 2013

અદાલતમાં કમાન્‍ડરે マદયસ્‍પર્શી વિગતો વર્ણવતા લોકલાગણી તેની ‘ફેવર\'માં જવા લાગેલ

પતિ (નાણાવટી)એ પત્‍ની (સિલ્‍વીયા)ને પૂછયું: ‘શું પ્રેમી (પ્રેમ આહુજા) તારી સાથે લગ્ન કરવા તૈયાર છે?\'

સિલ્‍વીયા (પત્‍ની)એ નફફટ થઇને જણાવ્‍યું કે, તમારે શું મતલબ છે? નાણાવટીએ કહયું કે ‘હું તારો પતિ છું, મારે મતલબ ન હોય તો બીજા કોને હોય? મારા બાળકોના ભવિષ્‍યનું શું? તેની કોણ સંભાળ રાખશે?\' સિનીયર એડવોકેટો આ કેસનો સ્‍ટડી કરવા એ યુગમાં જુનીયરોને ભલામણ કરતાં એવો ભારતના હાઇ પ્રોફાઇલ કેસોમાં સહુથી મોખરે આ કેસ છે

   (હપ્તો ચોથો)

   આ પણે આ અગાઉ અદાલતમાં અકસ્‍માતે ગોળીઓ છૂટી હોવાની વાત કરવા કેટલાક એડવોકેટે કમાન્‍ડર કે.એમ.નાણાવટીએ સલાહ આપી પણ સલાહ આપનાર એ વાત વિસરી ગયા કે અકસ્‍માતે એક ગોળી છૂટે, ત્રણ-ત્રણ ગોળીઓ છુટી હતી. આથી કમાન્‍ડર નાણાવટીએ પોતે જે કંઇ બન્‍યું હતું તે સાચેસાચું જ કહેવા નિર્ણય કરેલો અને અદાલતમાં તે મુજબ જ નિવેદન આપેલ.

   કમાન્‍ડર નાણાવટીએ હ્‍દયસ્‍પર્શી બ્‍યાન કોર્ટમાં રજુ કરતા જણાવેલ કે, હું છઠ્ઠી એપ્રીલ ૧૯પ૮થી ૧૮ મી એપ્રિલ ૧૯પ૮ સુધી મારા જહાજ પર હતો. હું મુંબઇ પરત ફર્યા. મારી પત્‍ની સાથે અહેમદનગર હતો. જયાં અમે ત્રણ દિવસ રોકાયેલ. એ સમય મારા નાનાભાઇ તથા તેમના પત્‍ની પણ અમારી સાથે જ રહયા હતા. ત્‍યાર બાદ અમો બધા મુંબઇ પરત ફર્યા. થોડા દિવસ સુધી મારા નાનાભાઇ તેની પત્‍ની સાથે રહયા બાદ ચાલ્‍યા ગયેલા. મારા નાનાભાઇ અને તેની પત્‍ની પરત ફર્યા બાદ મારી પત્‍નીનો વ્‍યવહાર મારા તરફ તદન બદલાઇ ગયેલ. તેણી કઇક ન સમજાય તેવું વિચિત્ર વર્તન દાખવી રહી હતી. તે મારી સાથે સીધી વાત પણ કરતી ન હતી અને કંઇક છુપાવવાની કોશીષ કરી રહી હોય તેવું મને લાગતું હતું. હું કંઇક પ્રશ્ન પુછુ તો તેનો જવાબ આપવાનું ટાળીને ઘર કામકાજમાં પરોવાઇ જતી.

   કમાન્‍ડર નાણાવટીએ તેનું ધ્‍યાન આગળ ચલાવતાં વિશેષમાં  જણાવેલ કે, ર૭ મી એપ્રીલની આ વાત છે બપોરનું ભોજન લેવા માટે અમે બન્ને સાથે બેઠા હતા. મેં તેના ખભ્‍ભા પર પ્રેમથી હાથ મુકી વાત કરવાનો પ્રયાસ કર્યો ત્‍યારે તેણે મારો હાથ ખભ્‍ભા પરથી ખસેડી નાંખ્‍યો. તેનું શુષ્‍ક વર્તન અને રૂખા વલણથી મને આઘાત લાગ્‍યો. આમ છતાં મેં તેણીને પુછયું કે શું થયું છોે સિલ્‍વીનીયા? હમણાં હમણાં તું શા માટે ગુસ્‍સે રહે છે? ત્‍યારે તેણે એવું કંઇ નથી તેમ કહી જવાબ ટાળવાની કોશીષ કરી.

   આથી સિલ્‍વીનીયાનું મન ટટોળવા અને સત્‍ય બહાર લાવવા પ્રયાસ કરતા કહયું કે, ડીયર તું  જુઠ્ઠુ બોલે છે, તું મારાથી કંઇક છુપાવે છે? શું તારા મનમાં બીજી કોઇ વ્‍યકિત માટે ભાવ જાગ્‍યા છે? ત્‍યારે સિલ્‍વીયાએ એકદમ આવેશમાં આવી જઇને કહયું કે હા, આવું જ છે. આટલું સાંભળતા જ મેં તેને પુછયું કે કોણ છે તે? આહુજા તો નથીને?

   આહુજાનું નામ સાંભળતા જ સિલ્‍વીયા ભડકી ઉઠી અને તેણે રોષ વ્‍યકત કરતા કહયું કે, ગમે તે હોય તમારે શું? આથી મેં મગજ પર કાબુ રાખીને પુછયું હતું કે, શું તે તારી સાથે લગ્ન કરવા તૈયાર છે? આટલું સાંભળતા જ સિલ્‍વીયા વધુ ભડકી, આવા બધા સવાલો પુછવા પાછળ તમારો શું મતલબ છે? નાણાવટીએ તુર્ત કહયું કે, મારે મતલબ ન હોય તો બીજા કોઇને હોય? મારા બાળકોના ભવિષ્‍યનો સવાલ છે. આખરે તેની સંભાળ કોણ રાખશે? હું આહુજાને મળી ફેંસલો કરી લેવા માંગું છે.  (ક્રમશઃ) (૪.૧)

 (05:00 am IST)
[social_media]
 
 
[all_news_right_side]