Ye Sach Hai

News of Tuesday, 9th April, 2013

રિવોલ્‍વર-કારતૂસ અંગેના પ્‍લાન જણાવતાં સહુને ઠંડે કલેજે હત્‍યાનો પ્‍લાન લાગ્‍યો પણ...

અને, કમાન્‍ડર નાણાવટીએ અદાલતમાં ધડાકો કર્યો રિવોલ્‍વર મેં આપઘાત કરવા માટે લીધેલ

પતિ-પત્‍નિ વચ્‍ચે એ સમયે વાદ-વિવાદ પુર્ણ થયો, પત્‍નિ બાળકોને ફિલ્‍મ જોવા જવાની ઇચ્‍છા પુર્ણ કરવા કમાન્‍ડર નાણાવટી જાતે મુકી આવ્‍યા. પરત ઘેર ફરવાના બદલે પત્‍નિ સિલ્‍વીયાની બેવફાઇ મિત્ર પ્રેમ આહુજાનાં દ્રોહની દાસ્‍તાન મગજમાં સતત દસ્‍તક દેતી હોવાથી રિવોલ્‍વર-કારતુસ લેવા જહાજ પર પહોંચેલ.

   (હપ્તો પાંચમો)

   કમાન્‍ડર નાણાવટીએ અદાલત સમક્ષ マદયસ્‍પર્શી બ્‍યાન આપતા ર૭મી એપ્રિલે ભોજનના ટેબલ પર થયેલ વાર્તાલાપનો અક્ષરોઃસ બ્‍યાન કરવાનું શરૂ કરતાં જ અદાલતમાં ‘પીનડ્રોપ\' સાયલન્‍ટ છવાઇ ગયેલ. અદાલતમાં જસ્‍ટીસ સહિત તમામે તમામ હાજર ‘કાન\' દઇ એક-એક શબ્‍દ સાંભળતાં હતા. અખબાર નવેશો પણ કોઇ શબ્‍દ કે વાકય છૂટી ન જાય તેવા ભરચક્ક પ્રયાસો કરતાં હતા.

   એમાંય જયારે કમાન્‍ડર નાણાવટીએ પત્‍નિ સિલ્‍વીયાને તેના જીવનમાં પ્રવેશેલ બીજો પુરૂષ (પ્રેમી) પ્રેમ આહુજા તો નથીને? તેવો સવાલ પુછયો ત્‍યારે સિલ્‍વીયાએ ઘુરકીયા કરતાં કહયું કે, આવા બધા સવાલો પુછવા પાછળ તમારો શું મતલબ છે? તમારો ઇરાદો શું? એવો જે સવાલ કર્યાની વાત કરતાં સહુ સ્‍તબ્‍ધ બની ગયેલ. કેપ્‍ટન નાણાવટીએ મારે મતલબ ન હોય તો બીજા કોને હોય? મારા બાળકોની સાર સંભાળ રાખશે કે કેમ? તે હું આહુજાને મળીને ફેંસલો કરી નાંખવા માંગું છું.

   કમાન્‍ડર કે.એમ.નાણાવટીએ અદાલતમાં પોતાની વાત આગળ ચલાવતાં જણાવેલ કે, સિલ્‍વીયાએ ચમકી જઇ અત્‍યારે તમારે ત્‍યાં જવાની કોઇ જરૂર નથી એમ જણાવેલ. જેના જવાબમાં કમાન્‍ડર કે.એમ.નાણાવટીએ જણાવેલ કે, પોતે તુર્ત જ એવું કહેલ કે, ‘શા માટે જરૂર નથી, હું અત્‍યારે જ તેને મળવા માંગુ છું, જોવ છું કે તે શું કરવા માંગે છે.\'

   કમાન્‍ડન્‍ટ નાણાવટીએ ત્‍યાર બાદ કેટલીક પ્રાથમીક પ્રસ્‍તાવના બાદ અદાલતમાં જે ખુલાસો કર્યો તેનાથી અદાલતમાં હેં ? શું? એમ કહી એક-બીજાને સવાલો પુછી કે.એમ.નાણાવટી સમક્ષ સહુ જોવા લાગેલ. જસ્‍ટીસ શ્રી સમક્ષ નાણાવટીએ જણાવેલ કે,  જો કે હું તુરત ત્‍યાં જવા ઇચ્‍છતો જ ન હતો. એટલે આહુજા સામે તુર્ત ન જવા સાથે નિર્ણય થયો અને વિવાદ ઝઘડો શાંત થયો.

   મારા પત્‍ની તથા બાળકો સિનેમા જોવા ઇચ્‍છતા હતાં. તેથી તેમને બધાને સિનેમા થિયેટર પર છોડવા ગયો અને સાંજે શો છુટયે લેવા આવીશ તેમ કહી નિકળ્‍યો. જો કે મારા મનમાં પત્‍ની સિલ્‍વીયાની   બેવફાઇની વાત સતત ઘુમરાતી  હતી અને અચાનક વિચારોને વિચારોમાં મનમાં એક જુદો જ વિચાર ઝબકયો અને એ વિચારનાં અમલ માટે કાર લઇ ઘેર જવાનાં બદલે સીધો જહાજ પર પહોંચ્‍યો અને જહાજના આર્મ્‍સ સ્‍ટોરમાંથી એક રિવોલ્‍વર અને છ કારતુસની માંગણી કરી અને જહાજમાંથી કાયદેસર રિવોલ્‍વર અને છ કારતુસ લીધા.

   આ રિવોલ્‍વર અને કારતુસ માટે જહાજ પર એવો ખુલાસો કરેલ કે, મારા કુટુંબ સાથે અહેમદનગર જવું છે તેવું બ્‍હાનું બતાવેલ અને જે વાત માન્‍ય રહેલ.  કમાન્‍ડર નાણાવટીનાં આટલા બ્‍યાન બાદ સહુ માનવા લાગેલ કે આ તો  ઠંડે કલેજે ઘડાયેલ હત્‍યાનો પ્‍લાન જ હતો.

   પરંતુ અદાલતમાં હો-હા થતાં જસ્‍ટીસ શ્રીએ ‘સાયલન્‍ટ સાયલન્‍ટ\' કહી સહુને ચુપ કર્યા કે.એમ.નાણાવટીએ ધડાકો કર્યો કે, પિસ્‍તોલ કાર્તુસ મેળવવા પાછળનો મારો ઇરાદો આપઘાત કરવનો હતો એ એ સાથે જ અદાલતમાં સન્નાટો છવાઇ ગયેલ.

 (04:39 am IST)
[social_media]
 
 
[all_news_right_side]