Ye Sach Hai

News of Wednesday, 10th April, 2013

સુપ્રિમ કોર્ટે પણ સજા બહાલ રાખતા સંજયદત્ત માફક નાણાવટી માટે પણ કાનુની દ્વાર બંધ થયેલા

સેસન્‍સ કોર્ટના જયુરીઝે ૮ વિરૂધ્‍ધ ૧ મતે કમાન્‍ડર નાણાવટીને નિર્દોષ છોડતા, હાઇકોર્ટમાં અપીલ

અંતે હવે કમાન્‍ડર નાણાવટીના બહોળા સમર્થકોએ સજા માફી માટે સંજુબાબાની માફક સજા માફ કરવા માટે રાજયપાલ તરફ મીટ માંડેલઃ કમાન્‍ડર નાણાવટીની ફેવરમાં ખુદ જવાહરલાલ નહેરૂનો પણ સંપર્ક સાધી તેમની મદદ માંગવામાં આવેલ.

   (હપ્તો છઠ્ઠો)

   મારા પરિવાર સાથે અહેમદનગર જાવુ છું તેમ કહી જહાજ પરથી રિવોલ્‍વર તથા કારતુસ મેળવવાનો મારો ઇરાદો બીજો હતો. હું આપઘાત કરવા માંગતો હતો. આટલું સાંભળતા જ સન્નાટાને ચિરતી ચીચીયારી માફક ‘હે\' અવાજો એક સાથે ગુંજવા લાગ્‍યા અને જસ્‍ટીસ  શ્રી એ ‘સાયલન્‍ટ\' ‘સાયલન્‍ટ\' અવાજો સાથે લોકોને શાંત પાડયા, હવે લોકોની સહાનુભુતી કમાન્‍ડર નાણાવટી તરફ જવા લાગી.

   હવે તમામ અખબારોમાં સંજયદત્ત માફક વિવાદનો મધપુડો છેડાયો , મોટા ભાગના લોકો કમાન્‍ડન્‍ટ નાણાવટીની ફેવર કરતા હતા. પણ મામલો સબ જયુડીસમાં હોવાથી ઘણા એ બાબતમાં કંઇ વધુ બોલવાનું ટાળ્‍યું હતું. આમ હવે અદાલતમાં દલીલો અને પ્રતિ દલીલોનો જંગ જામવા લાગેલો. બેઉ પક્ષોએ એવી જોરદાર દલીલો થવા લાગી કે કમાન્‍ડર  નાણાવટીને સજા થશે કે નિર્દોષ છુટશે તે માટે પણ લોકોમાં જાણે શરતો લાગી હોય તેવું વાતાવરણ સર્જાયેલ. અખબારો પણ આ પ્રશ્ને વિવિધ એંગલો રજુ કરતા હતા અને અંતે જજમેન્‍ટનો દિવસ આવી પહોંચ્‍યો. લોકો પણ તમામ કામ ભુલી, તમામમ ચિંતાઓ છોડી જજમેન્‍ટ વિષે જ ચર્ચા કરવા લાગેલ.

   કમાન્‍ડર નાણાવટીનો ફેંસલો કરવા જયુરીઝ બેઠા જેમાં એક-બે નહિ પુરા ૮ જયુરીઝ હતા. જયુરીઝો વચ્‍ચે કમાન્‍ડન્‍ટ નાણાવટી મામલે તરફેણ વિરૂધ્‍ધની જોગવાઇ અને વિવિધ રેફરન્‍સનો આધાર પણ લેવામાં આવ્‍યો હતો. આખરે સેસન્‍સ કોર્ટમાં જયુરીઝ દ્વારા ૮ વિરૂધ્‍ધ ૧ મતે કમાન્‍ડર નાણાવટીને નિર્દોષ ઠરાવતો ચુકાદો આપ્‍યો. કમાન્‍ડરની ફેવરની લોકોનો મોટો સમુહ ખુશખુશાલ બન્‍યો. પરંતુ સેશન્‍સ કોર્ટ દ્વારા નિર્દોષ છોડાવતો જે ચુકાદો આપ્‍યો તે સામે સરકાર પક્ષે હાઇકોર્ટમાં રેફરન્‍સ થયેલ.

   હવે ફરી લોકોની નજર હાઇકોર્ટનાં ચુકાદા તરફ મંડાણી. હાઇકોર્ટમાં તો નિયમાનુસાર લો પોઇન્‍ટ પર ચર્ચા થવા લાગી. હાઇકોર્ટ શું નિર્ણય કરશે? સેશન્‍સ કોર્ટનો ચુકાદો માન્‍ય રાખી નિર્દોષ ઠરાવશે કે પછી સજા ફટકારશે તે માટેનો પણ જોરદાર સસ્‍પેન્‍સ  જામ્‍યો અને તા. ૧૧ માર્ચ ૧૯૬૦નો એ દિવસ પણ આવી પહોંચ્‍યો અને સમગ્ર દેશ હલબલી જાય તેવો ચુકાદો આપતા જણાવ્‍યું. જજમેન્‍ટ હતુ કે કમાન્‍ડર નાણાવટી દોષીત છે અને સજા ફટકારાઇ જન્‍મટીપ.

   હવે કમાન્‍ડર નાણાવટીના કેસ બાબતે કમાન્‍ડર નાણાવટીએ સુપ્રિમ કોર્ટના દ્વાર ખટખટાવ્‍યા. સુપ્રિમ કોર્ટમાં પણ કાનુની જંગના જોરદાર મંડાણ થયા. આખરે સુપ્રિમ કોર્ટ દ્વારા પણ જજમેન્‍ટની તારીખ મુકરર થઇ, બેઉ પક્ષને જજમેન્‍ટનાં દિવસની જાણ થઇ અને ફરી દેશભરના અખબારોમાં કમાન્‍ડર નાણાવટીનાં ભાવીનો તુર્તમાં ફેંસલો અને લોકો ફરી તારીખની ઇન્‍તેજાર કરવા લાગ્‍યા.  દેશભરના અખબારો પોતાના વાંચકોની લાગણી-માંગણી ધ્‍યાને લઇ ટીમો સુપ્રિમ કોર્ટ પહોંચી ગઇ અને સુપ્રિમ કોર્ટે પણ ચુકાદો આપ્‍યો અને સુપ્રિમ કોર્ટે પણ જન્‍મટીપની હાઇકોર્ટ દ્વારા થયેલ સજા બહાલ રાખી અને આમ સંજયદત્ત માફક કમાન્‍ડર નાણાવટી માટે પણ કાનુની દ્વાર પર તાળા લાગી ગયા.

   એ સાથે જ લોકોનો મોટો સમુહ હવે કમાન્‍ડર નાણાવટીની સજા માફ કરવા માટે ગર્વનર સમક્ષ અપીલ કરવાના માહોલ તૈયાર કરવા લાગ્‍યા. આ મામલે કમાન્‍ડર નાણાવટી માટે ખુદ વડાપ્રધાન સ્‍વ. જવાહરલાલ નહેરૂનો પણ સંપર્ક સાધવામાં આવ્‍યો અને જજમેન્‍ટની નકલો સાથે વ્‍યવસ્‍થીત ડ્રાફટ માફી માટે રાજયપાલ સમક્ષ રજુ કરવાની તૈયારીઓ થઇ.

 (05:00 am IST)
[social_media]
 
 
[all_news_right_side]