Ye Sach Hai

News of Friday, 12th April, 2013

ભારતીય નૌકાદળમાં બજાવેલ વિશિષ્ટ સેવાઓ ધ્‍યાને લઇ નિર્ણય થયેલા

અંતે કમાન્‍ડર નાણાવટીને ખૂન કેસમાં થયેલ જન્‍મટીપ સજા ગર્વનર વિજયાલક્ષ્મી પંડીતે માફ કરેલ

જેલ સજા દરમ્‍યાન કમાન્‍ડર ગંભીર માંદગીમાં પટકાતા તેઓની પેરોલ મંજુર થયેલઃ જોગાનુજોગ પેરોલ પુરી થતી હતી તે જ દિવસે સજા માફીનાં હુકમ ગર્વનર દ્વારા થયેલ સજા માફ કરવાનો ઐતિહાસિક નિર્ણય લેનારા ગર્વનર વિજયાલક્ષ્મી પંડીત આપણા પ્રથમ વડાપ્રધાન સ્‍વ. જવાહરલાલ નહેરૂના સગા બહેન હતા

   (હપ્તો ૮ મો)

   પત્‍નીના પ્રેમી એવા પ્રેમ આહુજાની હત્‍યા બદલ કમાન્‍ડર નાણાવટીને સેસન્‍સ કોર્ટે નિર્દોષ (સેસન્‍સ જયુરીઝ ૮ વિરૂધ્‍ધ ૧) બાદ હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટે જન્‍મટીપ સજા ફટકારતાં તેઓને જેલમાં જવુ પડેલ. આ દરમ્‍યાન આ ચકચારી કેસ ઠંડો પડયો ન હતો. રોજેરોજ અવનવી વાતો પ્રસિધ્‍ધ થતી હતી. કમાન્‍ડર નાણાવટીની સજા માફી માટે ગર્વનરને દરખાસ્‍ત કરવા માટેની તૈયારીઓ ચાલતી હતી. બીજી તરફ સતત માનસીક તાણ-આઘાતને કારણે કમાન્‍ડર નાણાવટી જેલમાં ગંભીર માંદગીમાં પટકાયા. જેલમાં અપાતી સારવાર કારગત ન નિવડતા સપ્‍ટેમ્‍બરના મધ્‍ય ભાગમાં કમાન્‍ડર નાણાવટીની ‘પેરોલ\' મંજુર  કરવામાં આવી અને તેઓની જેલ બહાર સારવાર ચાલુ થયેલ.

   પેરોલ પર છુટેલા કમાન્‍ડન્‍ટ નાણાવટીને રૂબરૂ મળી તેને હિંમત-આશ્વાસન આપવા શરૂઆતમાં લોકોના ટોળે-ટોળા ઉમટવા લાગ્‍યા હતા. સત્તાવાળાઓ દ્વારા આ બાબતે ખાનગીમાં સર્વેક્ષણ થતાં લોકલાગણી કમાન્‍ડર નાણાવટીની ફેવરમાં હોવાનું સ્‍પષ્ટ જણાઇ આવેલ અને રાજયપાલ તરફ થયેલ માફી દરખાસ્‍તમાં પણ લોકો કમાન્‍ડર નાણાવટીની ફેવરમાં પોતાનો સુર પુરાવવા લાગ્‍યા હતા.

   દરમ્‍યાન જોગાનુજોગ કમાન્‍ડર નાણાવટીની પેરોલની મુદ્દત પુરી થતી હતી ત્‍યાં જ નાણાવટીની સજા માફ કરતો હુકમ રાજ્‍યપાલ દ્વારા થયો અને સર્વત્ર ખુશીનો માહોલ છવાઈ ગયો. લોકોએ કમાન્‍ડર નાણાવટીના ફેવરમાં સૂત્રોચ્‍ચાર કરી નાણાવટીને હિંમત પ્રેરવા ભરપૂર પ્રયાસો કર્યા હતા.

   હવે ફરી પ્રશ્ન એ થાય કે શું? સંજય દત્તને પણ કમાન્‍ડર નાણાવટી માફક સજા મુક્‍ત થવાના ચાન્‍સીસ ખરા? કમાન્‍ડર નાણાવટીની સજા માફી માટે રાજ્‍યપાલે શું આધાર લીધો હતો? એ સમયે આવો હિંમતભર્યો નિર્ણય લેનાર ગવર્નર હતા કોણ? તો ચાલો એ બધી વાતો પણ તમને ફોડ પાડીને જણાવી દઈએ.

   ૧૫-૩-૬૪ના અરસામાં કમાન્‍ડર નાણાવટીની સજા માફીનો હુકમ ભારતીય નૌકાદળમાં  તેઓએ બજાવેલ ફરજો અને વિશિષ્‍ટ સેવાઓનો રેકોર્ડ ધ્‍યાને લઈ માફ થઈ હતી. સજા માફ કરનારા મહારાષ્‍ટ્રના તત્‍કાલીન ગવર્નર તરીકે શ્રીમતિ વિજયાલક્ષ્મી પંડિત હતા. શ્રીમતિ વિજયાલક્ષ્મી પંડીતે જ સજાનો હુકમ રદ કરેલો. નવી પેઢીને જણાવી દઈએ કે વિજયાલક્ષ્મી પંડીત એટલે આપણા પ્રથમ વડાપ્રધાન સ્‍વ. જવાહરલાલ નહેરૂના સગા બહેન હતા.

   કમાન્‍ડર નાણાવટીવાળા કેસને ૫૩-૫૩ વર્ષના વ્‍હાણા વિત્‍યા છતા આ હાઈ પ્રોફાઈલ કેસને જાણકારો ભુલ્‍યા નથી તેનુ તાજુ દ્રષ્‍ટાંત જ આપણા પ્રેસ કાઉન્‍સીલમાં અધ્‍યક્ષ જસ્‍ટીસ માર્કન્‍ડેય કાત્‍જુ છે. સંજય દત્તની માફી માટે તેણે આ કેસ આગળ કર્યો છે.

   મુંબઈમાં ત્રણ દાયકા અગાઉ આવા ચકચારી કેસો અંગેનું જે પ્રદર્શન યોજાયેલ. તેમા કમાન્‍ડર નાણાવટી કેસનું મટીરીયલ્‍સ, કમાન્‍ડર નાણાવટી, સિલ્‍વીયા, પ્રેમ આહુજાના ફોટા કત્‍લમાં ઉપયોગ થયેલ રિવોલ્‍વર, કાર્તુસ રખાયેલા પણ યુવતીઓને સિલ્‍વીયાએ અંગ્રેજીમાં જે અદ્‌ભૂત પ્રેમપત્રો લખ્‍યા હતા તે પ્રેમપત્ર વાંચવામાં વધુ રસ પડેલો. (સમાપ્ત)

 (03:26 am IST)
[social_media]
 
 
[all_news_right_side]