Ye Sach Hai

News of Monday, 22nd April, 2013

તમામ ભુમિકામાં ‘પ્રાણ\' પુરનારા પ્રાણ ને ૯૩ વર્ષે મળેલ એવોર્ડ રસપ્રદ યાદ તાજી કરી

અને, રાજકોટની કોર્ટમાં પ્રાણે કહેલ કે મેં પડદા પર ર૦૦ હત્‍યા કરી છે તે ‘છબી\'થી મારો કેસ જોતા નહિ

‘‘દશ નંબરી\'\' ફિલ્‍મમાં પ્રાણના એક દ્રશ્‍ય સામે રાજકોટના સુખલાલ ગણાત્રાએ ધાર્મિક લાગણી દુભાયાનું જણાવી સૌરાષ્ટ્રનાં ખ્‍યાતનામ એડવોકેટ સ્‍વ. મધુસુદનભાઇ સોનપાલ મારફત કેસ કરેલઃ લોકોની લાગણી તત્‍કાલીન ટ્રાફીક પી.આઇ. એ.એમ.આઇ.ખાને પ્રાણ સુધી પહોંચાડતા પ્રાણ લોબીમાં આવેલ. પ્રાણ તો નિર્દોષ થયા પણ ન્‍યાય આપનારા પ્રાણ સાથે ફોટા પડાવવા જતા મુશ્‍કેલીમાં આવેલ

   વિ વિધ ગેટઅપમાં વિલનનો રોલ કે પછી ચરિત્ર અભિનેતા, હિન્‍દી ફિલ્‍મોનાં જાજરમાન કલાકાર પ્રાણે તમામ ભુમીકામાં પ્રાણ પુર્યા તેવું કહેવામાં જરાપણ અતિશયોકિત નથી. ૯૩ વર્ષે દાદા સાહેબ ફાળકે પુરસ્‍કારથી નવાજવામાં આવેલા પ્રાણનું મહુવાનાં કૈલાસધામ ખાતે પૂ. મોરાબીબાપુની નિશ્રામાં નટરાજ એવોર્ડથી બહુમાન થનાર છે. ત્‍યારે આજથી ચારેક દાયકા અગાઉ જયારે પ્રાણને રાજકોટ અદાલતમાં એક કેસ સંદર્ભે આવવાનું થયેલ ત્‍યારે પ્રાણ તો એ કેસમાં નિર્દોષ છુટેલા પણ પ્રાણ સાથે ડાયસ પર ફોટા પડાવવા બદલ એક જસ્‍ટીસ મુશ્‍કેલીમાં મુકાયેલ. તે સમગ્ર કિસ્‍સાની યાદ તાજી થઇ ઉઠી છે.

   મનોજકુમાર-પ્રાણ વિ.ની ભુમિકાવાળી દશનંબરી ફિલ્‍મમાં એક દ્રશ્‍યમાં પ્રાણ લાકડી ઘુમાવે છે અને એ લાકડી કૃષ્‍ણ ભગવાનની મુર્તિને લાગે છે એવું દ્રશ્‍ય હતું. એ દ્રશ્‍ય સામે રાજકોટમાં એ સમયે કરણસિંહજી રોડના સામે પટેલ ધર્મશાળા સામે પાનની કેબીન ધરાવતાં સુખલાલ નાગજીભાઇ ગણાત્રાએ પોતાની ધાર્મિક લાગણી દુભાયાનું જણાવી સૌરાષ્ટ્રના એ સમયના ખ્‍યાતનામ એડવોકેટ સ્‍વ. મધુભાઇ સોનપાલ મારફત કેસ કરેલ.

   રાજકોટની અદાલત દ્વારા ફિલ્‍મી અભિનેતા પ્રાણ સામે સમન્‍સ કાઢવામાં આવેલ. બે-ત્રણ મુદત પડી પણ પ્રાણ હાજર રહી શકેલ નહી. આખરે રાજકોટની અદાલતના તત્‍કાલીન જસ્‍ટીસશ્રીએ પ્રાણ સામે આખરી વોરન્‍ટ કાઢતાં પ્રાણ અદાલતમાં હાજર રહેલ.

   રાજકોટની અદાલતમાં પ્રાણે જણાવેલ કે, મારી ફિલ્‍મી કારકિર્દિ દરમ્‍મન મેં પડદા પર ર૦૦ જેટલા ખૂન કર્યા છે.

   મારી છાપ ખરાબ ઇન્‍સાનની પડદા પર છે. પરંતુ મારીએ છાપ ધ્‍યાને લઇ ઇન્‍સાફ ન કરતો, રાજકોટમાં ફિલ્‍મી અભિનેતા પ્રાણને જોવા લોકો અદાલતમાં ટોળેટોળા વળેલા.

   લોકોનો  ધસારો અને લાગણી જોઇએ સમયના ટ્રાફિક બ્રાંચનાં લોકપ્રિય પોલીસ ઇન્‍સ્‍પેકટર એ. એમ. આઇ. ખાન (હાલ નિવૃત થઇ ‘નિરમા\' કાું. માં વીજીલન્‍સ ઓફીસર તરીકે કાર્યરતા દ્વારા લોકોની લાગણી પ્રાણ સમક્ષ પહોંચાડતાં પ્રાણ અદાલતમાં કમ્‍પાઉન્‍ડમાં પડતી ગેલેરી પાસે આવી તમામનું હાથ હલાવી અભિવાદન સ્‍વીકારેલ. અને લોકોને સંતોષ થાય ત્‍યાં સુધી લોબીમાં ઉભા રહેલ.

   આ કેસની પરાકાષ્ટા અને નવાઇની વાત એ છે કે પ્રાણનું આકર્ષણ સામાન્‍ય લોકો માફક જયુડીશરીમાં પણ એટલું જ હતું તેથી કેટલાક જસ્‍ટીશ અને અદાલતનાં સ્‍ટાફે પ્રાણને ડાયસ પર ઉભા રાખી સાથે ફોટા પડાવેલ. જોગાનુજોગ આ બાબત - ફોટા અખાબરોમાં  પ્રસિધ્‍ધ થતાં પ્રાણનો ન્‍યાય તોળનારા મુશ્‍કેલીમાં મુકાયેલ. એક જસ્‍ટીસને બદલી થવાનો વારો આવેલ.

   આમ ૯૩ વર્ષાય પ્રાણને દાદા સાહેબ ફાળકે પુરસ્‍કાર એવોર્ડ અને મહુવાના કૈલાસધામ ખાતે તેને મળનારા એવોર્ડ સંદર્ભેનાં આગમને એક ઓછી જાણીતી વાત તાજી બની.

    

 (05:30 am IST)
[social_media]
 
 
[all_news_right_side]