Ye Sach Hai

News of Tuesday, 23rd April, 2013

રાજકોટ સહિત સર્વત્ર મળતી ‘લાશો\' એ રસપ્રદ ઘટના તાજી કરી

રાજકોટ રેન્‍જ વડાના બંગલે માનવ હાથ સાથે કુતરૂ પહોંચેલઃ એ હાથનું રહસ્‍ય શું?: પોલીસ દોડતી થયેલ

એ વખતના રાજકોટ રેન્‍જ ડીઆઇજી હાલનાં રેન્‍જ આઇજીપી પ્રવિણસિંહા જેવા કાર્યદક્ષ હોવાથી કુતરાને બગીચામાંથી બહાર કાઢવાને બદલે એ હાથનું રહસ્‍ય શોધવા પોલીસને આદેશ કરેલઃ એ ભુખ્‍યા શ્વાન માટે જોગાનુજોગ એ સમયના ડીઆઇજીના પત્‍ની પણ હાલનાં રેન્‍જ આઇજી પ્રવિણસિંહાના પત્‍ની અર્ચનાબેન સિંહા જેવા દયાળુ ધાર્મિક વૃતિના હોવાથી શ્વાન માટે દુધ-રોટલીની વ્‍યવસ્‍થા જાતે કરેલ

   તાજેતરમાં રાજકોટ શહેર જીલ્લાઓમાં હત્‍યાનો સિલસીલો વણથંભ્‍યો આગળ વધી રહયો છે. રાજકોટ જીલ્લામાં પ્‍લાસ્‍ટીકના દાણા સાથેનો ટ્રક પડાવવા માટેની હત્‍યા, ચોકીદારની હત્‍યા કે પોલીસમેનની હત્‍યાની લાશ આ બધા ભેદ ખોલવામાં પોલીસની કસોટી થઇ હતી.

   આજથી ત્રણેક દાયકા અગાઉ રાજકોટ રેન્‍જના તત્‍કાલીન ડી.આઇ.જી.નાં બંગલે એક કુતરૂ મોઢામાં માનવ હાથ સાથે પ્રવેશી ગયું. ફરજ પરનો સ્‍ટાફ હજુ એ કુતરાને દુર કરે તે પહેલાં જ એ સમયના ડી.આઇ.જી. કે જેઓ બગીચામાં બેઠા હતા. તેમણે સ્‍ટાફને અટકાવ્‍યો અને તાબડતોબ પોલીસ સ્‍ટાફને બોલાવી આ માનવ હાથનું રહસ્‍ય શોધવા કામે લગાડેલ. (નોંધ : એ સમયે રાજકોટ શહેર રૂરલ જેવા બે ભાગ ન હતા અને રાજકોટ એ સમયે કમિશ્નરેટ ન હોવાથી રાજકોટ રેન્‍જ ડીઆઇજીની હકુમતમાં હતું.) એ સમયના ડી.આઇ.જી. પણ રાજકોટ રેન્‍જનાં હાલના આઇ.જી. પ્રવિણસિંહા જેવા કાર્યદક્ષ હતા અને તેમનું સુચન પણ ‘ઓર્ડર\'  અને હાર્ડ એન્‍ડ ફાસ્‍ટ ગણાય એવું સમજતાં તમામ પોલીસ અને ક્રાઇમ બ્રાંચ કામે લાગી ચોરતફ બાતમીદારો દોડતા થયેલ.

   દરમ્‍યાન રેલવે હોસ્‍પીટલમાં એક શખ્‍સનું ઓપરેશન થયેલ અને તેમાં એ શખ્‍સનો હાથ કાપવો પડેલ એવું બહાર         આવ્‍યું. હવે એ શખ્‍સ હજુ ‘એનેસ્‍થેસીયા\' (શીશી સુંઘાડી) હોવાથી તે અસરમાં હોવાથી તેની પુછપરછને બદલે હોસ્‍પીટલ સતાવાળાઓની પુછપરછ થઇ અને જે રહસ્‍ય ખુલ્‍યું તેનાથી સહુના શ્વાસ હેઠા બેઠા.

   હોસ્‍પીટલ સત્તાવાળાઓ દ્વારા એ દર્દીનો હાથ કાપવો જરૂરી હોય તે હાથ કાપી નાંખ્‍યા બાદ તે સમયની પધ્‍ધતી મુજબ ચોક્કસ જગ્‍યાએ દાટવાનો હતો પણ આ કાર્યવાહી કરતાં સફાઇ કામદારો તેમાં ગફલત રાખતાં હાથ બરોબર દટાયેલ નહિ અને અજાણતાં કુતરાના મ્‍હોંમાં હાથ આવી ગયેલ. જોગાનુજોગ તે કુતરૂ રાજકોટ રેન્‍જ વડા પાસે પહોંચી ગયેલ.

   રાજકોટ રેન્‍જના જે તે સમયનાં વડાના પત્‍ની પણ હાલના રેન્‍જ આઇજીપી પ્રવિણ સિંહાના ધર્મપત્‍ની અર્ચનાબેન સિંહા માફક વેલ એજયુકેટેડ હોવા સાથે ખુબ જ માયાળુ સ્‍વભાવના હોવાથી કુતરાને બગીચામાં બેસાડી તેમના માટે દુધ અને રોટલીની વ્‍યવસ્‍થા કરતાં, તે કુતરૂ આરામથી દુધ-રોટલી ખાઇ અને બગીચામાં જ આરામ ફરમાવવા સુઇ ગયેલ.

   આમ સફાઇ સ્‍ટાફે હાથ તો દાટયો પણ જેટલી ઉંડાઇએ દાટવો જોઇએ તેટલી ઉંડાઇએ ન દાટતાં હાથ બહાર  રહેલ. અર્થાત કોઇ હત્‍યાની ઘટના નથી એવું રહસ્‍ય શોધી સંતોષ સાથે જયારે ક્રાઇમ બ્રાંચ સંબંધક પોલીસ મથકનો સ્‍ટાફ રાજકોટ રેન્‍જ વડાને બંગલે પહોંચ્‍યો ત્‍યારે ફરીયાદી કુતરૂ આરામ ફરમાવી રેન્‍જ વડાના બંગલાના બગીચે આરામથી બેઠું હતું.

   ઉકત ઘટનાનું પરીણામ એ આવ્‍યું કે, રેન્‍જવડાએ તાકીદનો પરીપત્ર કાઢી માનવ અંગના અવયવો ઉંડા દાટવા અને તેનો કડક અમલ થાય તે માટે હોસ્‍પીટલ સત્તાવાળાઓએ કાળજી રાખવી અને ભુલ થયે શિક્ષાત્‍મક કાર્યવાહીની ચીમકી અપાઇ હતી.

    

 (05:30 am IST)
[social_media]
 
 
[all_news_right_side]