Ye Sach Hai

News of Wednesday, 24th April, 2013

જાણીતા લેખક ચેતન ભગતે ગુજરાતમાં દારૃબંધીથી થતાં નુકશાનની વાત છેડતા \'દારૃ-પુરાણ\' સ્ફર્યુ

૧૯૬૦થી દારૃબંધી કામગીરી પોલીસ હસ્તક સહુ પ્રથમ આવેલઃ અગાઉ એકસાઇઝ વિભાગ ફરજ બજાવતું

દારૃબંધીથી સરકારને ભલે નુકશાન કે પોલીસને ફાયદો પણ આ ખોખલી દારૃબંધીને કારણે જ અન્ય રાજયની સરખામણીમાં મહિલા રાત્રે સલામત ફરી શકે છેઃ દારૃબંધી નથી ત્યાં પણ લઠ્ઠાકાંડો થયા છેઃ દારૃ રાજસ્થાનથી લાવી ગુજરાતમાં વેચવાના ધંધામાં મોનોપોલી રાખવા મર્હુમ લતીફ ગેંગે એ.કે. પ૬માંથી શાર્પશુટરો મારફત ફાયરીંગ કરાવી હરીફ ગેંગનો ખાત્મો બોલાવેલ

   તાજેતરમા \'ંથ્રી ઇડીયટઝ\'  ફિલ્મનાં લેખક જાણીતા સાહિત્યકાર ચેતન ભગતે ગુજરાતમાં દારૃબંધીને કારણે મોટુ નુકશાન વેઠવુ પડયું છે તેમ જણાવી આડકતરી રીતે દારૃબંધી દુર કરવાની આડકતરી હિમાયત કરતાં ગાંધીના આ ગુજરાતના ઓરીજનલ ગાંધીવાદીઓ જેવા કે પીઢ અગ્રણી દેવેન્દ્રભાઇ દેસાઇ વિ. ભડકી ઉઠયા છે, ત્યારે ગુજરાતમાં દારૃબંધીથી સરકારને ભલે મોટુ નુકશાન હોય અને પોલીસ તંત્રને ભલે મોટો ફાયદો હોય પણ ગુજરાતમાં આજે પણ મહિલા-યુવતીઓ અન્ય રાજયનાં પ્રમાણમાં રાત્રીએ એકલી નિકળી શકતી હોય તો તેના મુળમાં ખોખલી-બોખલી આ દારૃબંધી જ કારણભૂત છે, એ વાત ભુલવા જેવી નથી.

   આઝાદી આવ્યા બાદ ૧૯પ૬નાં દારૃબંધીના કડક કાયદાનો અમલ કરવા માટેની કામગીરી પોલીસતંત્રને સુપ્રત   કરવાનું નક્કી કરવામાં આવેલ. આ અગાઉ આ કામગીરી એકસાઇઝ વિભાગ હસ્તક જ હતી અને એકસાઇઝ વિભાગ સ્ટાફને અન્ય કામગીરી સુપ્રત કરવામાં આવેલ. ભુતકાળમાં પોલીસ પાસેથી આ કામગીરી લઇ સમાજ કલ્યાણ તથા એકસાઇઝ વિભાગને આ કામગીરી સુપ્રત થઇ પણ આ કામગીરી ડેપ્યુટેશન પર રહેલાં પોલીસ સ્ટાફ હસ્તક જ હતી. માત્ર પાટીયું બદલવામાં આવેલ. જો કે દારૃબંધીની આ કામગીરીમાં પોલીસ તંત્રના બે-ત્રણ અફસરોએ પણ પ્રસંશનીય કામગીરી બજાવી હતી તેની વાત પણ આપણે કરીશું.

   દારૃબંધી હળવી કરવા અર્થાત નાબુદ કરવા માટેની એક એવી દલીલ પણ છે કે ગુજરાતમાં જે \'લઠ્ઠાકાંડ\' થાય છે તે હલકા પ્રકારનાં બનતા દારૃના કારણે થાય છે. જો દારૃ છુટથી મળતો હોત તો આવું ન બને પણ બહુ ઓછા લોકોને એ વાતની જાણ હશે કે જયાં દારૃબંધી નથી તેવા રાજયો જેવા કે મહારાષ્ટ્ર-દિલ્હી વિ. રાજયોમાં ગુજરાતથી પણ મોટા લઠ્ઠાકાંડો થયા હતા.

   જો કે આવા \'લઠ્ઠાકાંડો\' શા માટે થાય છે. તેમાં ઉપરથી નીચે સુધી કેવી હપ્તા સીસ્ટમ ગોઠવાયેલ છે અને રાજકારણીઓ એક જમાનામાં આવા ધંધાર્થીઓને પીઠબળ આપતા, તે હવે જાતે આવા ધંધામાં જોતરાઇ ગયાનાં એક જસ્ટીસના અહેવાલ આંખ ઉઘાડનારા છે.

   અમદાવાદમાં દારૃના ગેરકાનુની વેપારમાં રાજસ્થાનથી દારૃ લાવી વેચવાની જે હરીફાઇ હતી અને આ હરીફાઇમાં પોતપોતાનું વર્ચસ્વ જાળવવા અમદાવાદના કુખ્યાત ડોન મર્હુમ લતીફ ગેંગે હરીફ ગેંગનો ખાત્મો કરવા માટે એ.કે.પ૬ જેવી પ્રતિબંધીત રાયફલો અને શાર્પ શુટરોનો ઉપયોગ કરેલ તેનાથી સમગ્ર ગુજરાત ચોંકી ઉઠેલ.

   લતીફના ખાસમખાસ શાર્પશુટર શરીફખાન ઉર્ફે એસ.કે.ના ટુંકા નામથી જાણીતા આ શાર્પશુટરે હરીફ ગેંગના શખ્સોને એક જીમખાનામાં જઇ ખાત્મો બોલાવી દીધેલ. વર્ષો બાદ લતીફ તો હાથમાં આવ્યો અને તેનું એન્કાઉન્ટર પણ શંકરસિંહ વાઘેલાના સમયમાં થયું પણ એસ.કે. હાથમાં આવેલ નહી. દારૃના ધંધાની બીજી રસપ્રદ વાતો હવે પછી. (૪.૧) (ક્રમશઃ)

    

 (05:30 am IST)
[social_media]
 
 
[all_news_right_side]