Ye Sach Hai

News of Thursday, 25th April, 2013

કુલદીપ શર્મા-રાજન પ્રિયદર્શી-હસમુખ પટેલ દરોડાની વણજાર સર્જેલી

માનો યા ન માનો ગુજરાતના એક પ્રધાન હરિસિંહજી ચાવડા ગુજરાતભરમાં જાતે જ દારૂના દરોડા પાડતા

જનતા પક્ષની સરકારમાં સાફાવાળા દરબાર તરીકે જાણીતા હરિસિંહ ચાવડા જુનાગઢ અમદાવાદ-વાંકાનેર હોય કે વિરમગામ ગમે તે સ્‍થળે ત્રાટકતા હોવાથી પોલીસ મથકો ઉપલા અફરસથી નહોતા ડરતાં તેટલા હરિસિંહજી ચાવડાથી ડરતા, દારૂના અડ્ડાવાળા ખુલ્લેઆમ દારૂ વેચતા ફાટી પડતાં હતાં

   (હપ્તો બીજો)

   જાણીતા લેખક ચેતન ભગતે ગુજરાતમાં દારૂબંધી હોવાના કારણે સરકારને મોટી આવક ગુમાવવી પડતી હોવાનું જણાવી આડકતરી રીતે કે સીધી રીતે દારૂબંધી હટાવવા હિમાયત કરી અને ચુસ્‍ત ગાંધીવાદીઓ હિમાયત કરી અને ચુસ્‍ત ગાંધીવાદીઓ ઉકળી ઉઠયા છે ત્‍યારે આપણે આ કોલમમાં દારૂબંધી કયારથી પોલીસ હસ્‍તક મુકાઇ અને દારૂ પકડવાની કામગીરીનો વિભાગ બદલાયો પણ કામગીરી પોલીસ હસ્‍તક જ રહી એ સાથે ગેરકાયદે શરાબના ધંધામાં દારૂ વેચચાની મોનોપોલી રાખવા અમદાવાદનાં કુખ્‍યાત ડોન મર્હુમ અબ્‍દુલ લતીફ ગેંગ દ્વારા હરીફ ગેંગનો કેવો ખાત્‍મો બોલાવાયેલ તેની રસપ્રદ કથા આપણે વાગોડી રહયા છીએ હવે આગળ.

   બહુ ઓછા લોકોને યાદ હશે કે જનતાપક્ષની સરકાર વખતે એક પ્રધાન હતા. ‘દારૂ\'ના કટ્ટર વિરોધી એવા આ પ્રધાન જાતે જઇ દરોડા પાડતાં અને દરોડા પાડયા બાદ પોલીસને બોલાવતાં, આ પ્રધાન જુનાગઢ હોય કે અમદાવાદ કે પછી વાંકાનેર હોય કે વીરમગામ ગમે ત્‍યાં ત્રાટકતાં, લોકોને પણ રાજકોટ રેન્‍જ આઇ.જી. પ્રવિણસિંહા માફક આ પ્રધાનમાં ખુબ જ વિશ્વાસ હોવાથી લોકો સામેથી પુષ્‍કળ માહીતી આપતાં અને આ  માહીતીનો    પ્રધાન  જાતે   જ અમલ કરતાં, ઘડીમાં ગળે ન ઉતરે કે આવા રાજકારણી આ યુગમાં હોય? પણ ખરેખર આવા રાજકારણીહતા. આ રાજકારણી સાફાવાળા દરબાર તરીકે લોકોમાં અને પોલીસતંત્રમાં જાણીતાં બનેલાં, પોલીસ મથકનો સ્‍ટાફ જેટલો ઉચ્‍ચ અફસરોથી નહોતો ડરતો તેટલો આ સાફાવાળા દરબારથી ડરતો. દારૂના ધંધાર્થીઓ પણ આ સાફાવાળા દરબાર ગમે ત્‍યાં ત્રાટકતાં હોવાથી ખુલ્લેઆમ વેપાર કરવાનાં  બદલે સાવચેતીપુર્વક વર્તવા માંડેલ.

   આટલું સાંભળ્‍યા પછી એ સમયના પ્રધાનનું નામ જાણવાની ઇચ્‍છા થાય તે સ્‍વભાવીક છે. એ પ્રધાનનું નામ હતું હરિસિંહજી ચાવડા, એમ કહેવાય છે કે  આ મર્દ માણસ રઘુવંશી (લોહાણા) સમાજમાં જમાઇ હતા. આ હરિસિંહજી ચાવડા શંકરસિંહ વાઘેલાની સરકારમાં પાણી પુરવઠા બોર્ડના અધ્‍યક્ષ બનેલા.

   દારૂબંધીના કડક અમલ આડે દારૂના અડ્ડાવાળા અને પોલીસનું ગઠબંધન ખુબ જ મજબુત હોવાથી એક સમયે રાજય પોલીસ તંત્રનાં કાર્યદક્ષ આઇ.જી.ને સુકાન સોંપવાનું નક્કી થયેલ અને આ વિભાગ પોલીસથી સાવ અલગ પાડવામાં આવેલ.  અને જે તે સમયે હાલ ડીજી તરીકે કેન્‍દ્રમાંથી નિવૃત થઇ કેન્‍દ્રીય ગૃહમંત્રાલયમાં સલાહકારની ભુમીકા ભજવતાં કુલદીપ શર્માને આ સુકાન સુપ્રત થયેલ. જો કે ધીરે ધીરે આ ખાતાના અધિકારીઓ તથા પસંદગીનું ધોરણ ફરવા માંડેલ. એટલે આ વિભાગ અલગ કરવાનો જ મુખ્‍ય હેતુ હતો એ માર્યો ગયેલ. જો કે આ વિભાગમાં એડીશ્નલ ડીજીપી કક્ષાએ હાલ નિવૃત થઇ ‘રાજન\' નામનું વૈચારીક પાક્ષીક અંગ્રેજી ગુજરાતીમાં ચલાવતાં  રાજન પ્રિયદર્શી જયારે દારૂબંધી વિભાગમાં આઇ.જી. હતા ત્‍યારે વધુને વધુ દારૂ પકડાય તે માટે વિવિધ સ્‍કીમો કરેલ. પ્રસંશનીય કામગીરી કરનાર સ્‍ટાફનું તેઓ જાહેર સન્‍માન કરી તેમની પીઠ થાબડી હતી. એક સમયે ફકીરભાઇ વાઘેલા, રાજન પ્રિયદર્શીને આ વિભાગના સ્‍વતંત્ર હવાલો આપવા પણ શરૂઆતમાં વિચારેલું પણ કેટલાક સનદી અધિકારીઓને આ વાત માન્‍ય ન હતી. 

   એ સમયે આઇપીએસ અફસરો આજની સરકાર જેટલા કન્‍ટ્રોલમાં ન હતાં.  એક તબક્કે હાલનાં સુરત રેન્‍જ ડીઆઇજી  હસમુખ પટેલને આ વિભાગમાં મુકેલા. પણ રાજકારણીઓને માફક ન આવેલ. જો કે હસમુખ પટેલના કાર્યકાળ દરમ્‍યાન થોડી ‘લગામ\' ચોક્કસ મુકાયેલ. (૪.૧)

    

 (05:30 am IST)
[social_media]
 
 
[all_news_right_side]