Ye Sach Hai

News of Friday, 26th April, 2013

એક કડક IPS દારૂના ધંધા બંધ કરાવતા, કેટલાક રાજકારણીઓએ ઉહાપોહ મચાવેલ

ગાંધીજીએ કહેલ કે ‘હું એક દિ\' માટે સરમુખત્‍યાર બનું\' તો આખા ભારતમાં જડબેસલાક દારૂબંધી લાદુ

સાઇડ પોષ્ટમાં રહેલા એ જુનિયર અફસરે કહ્યું કે ‘મને તમારા જીલ્લામાં SP તરીકે મૂકાવી દયો, તમારી આવક પણ ચાલુ થઇ જશે અને રાજકારણીઓ પણ ખુશ થઇ જશે ઘણા રાજકારણીઓ પુરતા પુરાવા સાથે જે રીતે આક્ષેપ કરે છેે તેમાં ઘણા વટ પાડવા માટે અંધારામાં તીર ચલાવતા ખોટા આક્ષેપો પણ કરે છે

   (હપ્તો ત્રીજો)

   ગુજરાતમા દારૂબંધીને કારણે કરોડો રૂપિયાના નુકશાન અંગેની વાત જાણીતા યુવા લેખક ચેતન ભગતે કર્યા બાદ આપણે આ કોલમમાં ‘દારૂબંધી\' અંગે પોલીસનો અમલ, વિવિધ ખાતાને સુપ્રત કામગીરી, આ વિભાગમાં અસરકારક કામગીરી બજાવનારા IPS અફસરો વિ. તથા ખુદ ગુજરાતના એક પ્રધાન હરિસિંહ ચાવડા કે જેઓ સાફાવાળા દરબાર તરીકે જાણીતા હતા. તેઓ દ્વારા ઠેર-ઠેર દારૂના દરોડાઓ વિ.ની રસપ્રદ વાતો, દારૂના સામ્રાજયમાં એ.કે.-પ૬નો ઉપયોગ વિ.રસપ્રદ વાતો માણી હવે આગળ ગુજરાતના સપુત કે જેમણે વિશ્વ લેવલે દેશને નામના અપાવી અને મહાત્‍માનું બિરૂદ મેળવેલ તેવા મહાત્‍માં ગાંધીજીએ એક સમયે કહેલ કે, મને જો આ દેશનો સરમુખત્‍યાર એક દિવસ બનાવાય તો હું આખા દેશમાં દારૂબંધી લાદી દઉં. આ વાતના શબ્‍દ પકડવાને બદલે મર્મ પકડીએ તો ગાંધીજી દારૂબંધીના કેટલી હદે હિમાયતી હતા તે દર્શાવવા માટે આથી બીજુ કોઇ મોટું દ્રષ્‍ટાંત ન હોઇ શકે.

   એક સિનિયર કક્ષાના IPS અફસરે એક સમયે અનૌપચારિક વાતચીતમાં જણાવેલ કે, પોલીસ ધારે તો દારૂનો ધંધો કોઇ કાળે ન ચાલી શકે, પણ પોલીસ ધારે તો પણ દારૂનો ધંધો બંધ ન થઇ શકે એવું વિરોધાભાષી વાકય પ્રયોગ કરતા તેમણે ખુલાસો કરેલ ક,ે પોલીસ ધારે પણ જયાં સુધી પોલીટીશ્‍યન ન ધારે ત્‍યાં સુધી આ ધંધા બંધ  ન થઇ શકે, રાજકારણીઓની ઇચ્‍છા અવગણનાર પોલીસ અધિકારીઓને વારંવાર બદલી તેમના ઉપરાંત તેમના બાળકોનો અભ્‍યાસ બગાડી આખા પરિવારને સજા કરાયાના દાખલા છે. જેમ પોલીસ તંત્રમાં સારા-નારસા છે, તેમ પોલીટીકસમાં પણ આવા સારા-નરસા કાર્યકરો નેતાઓ રાજકારણી છે, હાલ CBI માં ડેપ્‍યુટેશન પર રહેલા એક સિનિયર કક્ષાના અફસર જે સમયે તેઓ એસ. પી. કક્ષાએ હતા ત્‍યારે દારૂ-જુગાર સદંતર બંધ કરાવતા ત્‍યાંના રાજકારણીઓ નારાજ થયેલા, આ દરમ્‍યાન જે શહેરમાં દારૂ બંધ થયેલ  તે શહેરના કેટલાક પોલીસ સબ ઇન્‍સપેકટરો એક અન્‍ય સ્‍થળનાં SP પાસે જઇ આવક સાવ બંધ થયાના ‘રોદણા ‘રોતા\' તે SP કે જેઓ સાઇડ પોષ્ટમાં હતા તેમણે કહ્યું કે એમાં શું મોટી વાત છે ? હમણા તમારી આવક ચાલુ કરાવી દઉં, મારી નિમણુંક તમારા જીલ્લાના SP તરીકે કરાવી આપો, એ કહેવાની ભાગ્‍યે જ જરૂર છે કે એ કડક કાર્યદક્ષ IPS ને બદલવા ભુતકાળમાં રાજકારણીઓએ જોરદાર રજુઆત કરી, દારૂ-જુગાર ચાલવા દયે તેને મુકાવેલ.

   ઘણા રાજકીય કાર્યકરોને પોતાનો સિક્કો જમાવવા માટે બેઠકમાં કે લોક દરબારમાં આક્ષેપોની ઝડી વરસાવવાનો શોખ હોય છે. આવા આક્ષેપો ઘણી વખત સો ટકા સાચા હોય છે અને કયારેક અંધારામાં તીર ચલાવવા જેવા હોય છે.

   પ્રોહીબીશન વિભાગે ગુજરાતમાં એક સમયે રેકોર્ડ બ્રેક દારૂ પકડી, કયાંય દારૂના અડ્ડા ચાલતા હોય તો  જાહેરમાં રજુઆત કરવા બેઠક બોલાવેલ. એ સમયના નશાબંધી મંત્રીએ કહયું કે, આવા ઉંબાડીયા રહેવા દયો, ઘણાં નગરસેવકો કારણ વિના ઉંબાડીયા કરશે. આમ છતાં એ સિનીયર ત્‍ભ્‍લ્‍ અફસરે એ નગર સેવકોને બોલાવી સુચન કરવા કહેતા તેઓ શરૂ થઇ ગયા. નાના-નાના માછલા (દારૂના ધંધાર્થી) પકડાય છે. બહાર મોટા મગરમચ્‍છો (દારૂના મોટા ધંધાર્થી) છુટથી ફરે છે. તેઓ પાસે નામ મંગાયા. નવાઇની વાત એ હતી કે પેલા નગર સેવકોએ જેના નામ આપેલ તે સાબરમતી જેલમાં કાળ કોટડીમાં બંધ હતા.(

 (05:30 am IST)
[social_media]
 
 
[all_news_right_side]