Ye Sach Hai

News of Monday, 29th April, 2013

ભાવનગરના કલેકટર પ્રવિણ સોલંકીની નગરચર્યાએ રસપ્રદ અતિત તાજો

અને કાળાબજારીયાએ કલેકટર બ્રિજલાણીને કહયું કે ટિકીટ લેવી હોય તો લ્‍યો, નહિં તો અહિંથી ચાલતી પકડો

    

   કલેકટર એટલે એક યુગમાંજે તે જીલ્લાના રાજવી જેવો દરજ્‍જો માભો ધરાવતાં અને ઘણા કલેકટરો પોતે રાજવીની ફરજ અદા કરી પોતાની હકુમતવાળા વિસ્‍તારમાં પ્રજા સુખી છે કે દુઃખી? તે ચકાસવા શહેર જીલ્લામાં વિવિધ સ્‍થળોએ લાલ મોટરવાળી ગાડી કે કમાન્‍ડો વગર ખાનગી વાહન કે રીક્ષામાં જઇ પ્રજાજનોની મુશકેલી જાણતા આવી મુલાકાતોને કારણે લોકોને વેઠવી પડતી યાતનાઓની કેટલીક સત્‍યકથા કે જે તંત્ર કદી ધ્‍યાને ન મુકે તેવી વાતો બહાર આવતી, આ વાત યાદ આવવાનું કારણ એ છે કે ભાવનગરમાં નિમાયેલા કલેકટર પ્રવિણ સોલંકી પરિવાર સાથે શિવાજી પાર્ક વિ. સ્‍થળે જઇ લોકો સાથે હળ્‍યા મળ્‍યા અને તેમની સમસ્‍યાઓ જાણી આમ ઘણા વર્ષે આવી પરંપરાના દર્શન થયા ત્‍યારે રાજકોટમાં ડી.ડી.ઓ. મ્‍યુનિસીપલ કમિશ્નર અને કલેકટર જેવા સ્‍થાન શોભાવી ચુકેલા નિવૃત કલેકટર  નંદલાલ એમ. બ્રિજલાણીની યાદ તાજી થઇ આવી છે. રાજકોટમાં પાણીની કટોકટી સમયે પ્રસંશનિય ફરજ બજાવનાર એન.એમ.બ્રિજલાણી જયારે રાજકોટમાં કલેકટર હતા. ત્‍યારે એ સમયે રાજકોટના સિનેમાંઘરોમાં ટિકીટના ધુમ કાળા બજાર થાય છે તેવી ફરીયાદના આધારે તપાસ કરવા માટે પહોંચ્‍યા.

   કલેકટર બ્રિજલાણીએ ઓટો રીક્ષામાં એકલા જઇ જોયું તો ‘ફુલછાબ\' પ્રેસના સામેના ભાગેથી ક્રોસમાં આગળ જતાં કાળાબજારીયાઓ જાણે કાયદેસરની ટીકીટ બારી ખુલ્લી હોય તેમ હાથમાં ટિકીટોનાં થોકળા સાથે ટિકીટો વિના રોકટોક વહેંચતા હતા. કેટલાક પોલીસમેનો થિયેટરની સામેની પાનની દુકાને ચા -ઠંડુ પી પાન અને ફાકી નિરાંતે ખાતા હતા. તેઓ સાદા ડ્રેસમાં અને પગપાળા ગયા હોવાથી સિનેમા ટિકીટના કાળાબજાર કરનારા સ્‍વભાવીક રીતે તેમને ઓળખી ન શકયા. ટિકીટ છુટથી વેચતાં એક શખ્‍સ પાસે બાલ્‍કનીની ટીકીટનો ભાવ પુછયો. કાળા બજારમાં પણ બેફામ લુંટ થતી જોઇ તેઓ સ્‍વભાવીક બોલ્‍યા ‘ આટલો બધો ભાવ હોય? \' આટલું સાંભળતાવેંત જ કાળા બજારીયા શખ્‍સે પિત્તો ગુમાવ્‍યો અને કલેકટરને કહયું કે, ‘ટિકીટ લેવી હોય તો લ્‍યો નહિં તો અહિંથી ચાલતી પકડો\' કોઇ તમને ઘેર તેડવા આવ્‍યું ન હતું. આવી તોછડાઇવાળી વાત સાંભળી બ્રિજલાણી સમસમી ગયા અને થોડે દુર જઇ એક ફોન લગાડયો અને આખા રાજકોટની પોલીસ કાળાબજારીયા ઉપર તૂટી પડી, ભલે એ ધંધો બે-ત્રણ દિ\'જ બંધ રહયો હોય. જો કે એ યુગમાં ટીવી-ચેનલો ન હોવાથી લોકોનાં મનોરંજન માટે ફિલ્‍મ એક જ સાધન હતું અને લોકો ફિલ્‍મ એક જ સાધન હતું અને લોકો ફિલ્‍મ જોવા પડાપડી કરતો એ સમયે સિનેમાના મેનેજર તો ઠીક કોઇ ડોરકીપર પણ ઓળખતો હોય તો ઘણા લોકો તેનું ગૌરવ લેતા.

    આજ રીતે રાજકોટના એક સમયનાં જીલ્લા પોલીસ વડા પ્રવિણસિંહજી જેઠવા નગરચર્યાએ વેષપલ્‍ટો કરી નિકળી જયુબેલી નજીકથી જાતે દારૂની બોટલો ખરીદી જે તે મથકના પોલીસ સ્‍ટાફ ડી સ્‍ટાફ અને એલસીબી અને પ્રોહીબીશન વિભાગને બતાવેલ. આવું જ કંઇક હાલના સીઆઇડી ક્રાઇમ વિભાગમાં આઇ.જી. ભાવનગર એસ.પી. દરજ્જે દારૂના અડ્ડેથી પુરાવા તરીકે દારૂ ખરીદેલ. તેઓએ ડરવાનો અભિનય કરી એવું પુછેલ કે રસ્‍તામાં પોલીસ પકડશે તો? એ શખ્‍સે હસતાં હસતાં એવું જણાવેલ કે, ડરશો નહિ હું પોલીસનો માણસ છું. આવું જેતે વખતે અખબારમાં પ્રસિધ્‍ધ થયેલ.

   લોકોની સમસ્‍યાઓ ખરા અર્થમાં નિવારવા રાજકોટ રેન્‍જ આઇ.જી. પ્રવિણસિંહાએ આર.આર.સેલનાં એક માણસને નિમણુંક સાથે જ તેનાં શંકાસ્‍પદ સબંધો ધ્‍યાને લઇ દુર કરાવેલ. સુરેન્‍દ્રનગરમાં એસ.પી. રાઘવેન્‍દ્ર વત્‍સે તાજેતરમાં એક સામટા પોલીસ સ્‍ટાફને ઘેર બેસાડયા તેની સમગ્ર બાતમી રાજકોટ રેન્‍જ આઇ.જી. પ્રવિણસિંહાને તેમના પરના વિશ્વાસથી મળેલ. (૪.૧)

    

 (05:30 am IST)
[social_media]
 
 
[all_news_right_side]