Ye Sach Hai

News of Tuesday, 30th April, 2013

સૌરાષ્ટ્રભરમાં પાણીની કારમી તંગીએ કુદરત અને લોક ચમત્‍કારની કથાઓ તાજી

અમરેલીના ભોજા ભગતના ફતેહપુરમાં દુ\'કાળમાં પણ પાણીનો વિરડો હંમેશા છલોછલ ભરાઇ રહેલ

પાણીનું ટીપું નહોતું મળતું ત્‍યારે પણ આ વિરડો આખો દિ\' લોકોની પ્‍યાસ બુઝાવતાં: પૂ. રણછોડદાસ બાપુ જયાં જયાં પગલા કરતા ત્‍યાં પાણીની સમસ્‍યા ન રહેતી, જો કે બાપુ આ વાતને ભગવાન રામની કૃપા માનતાઃ ભયંકર પાણીની કટોકટીમાં તંત્રને નાણાકીય મદદ કરવા રાજકોટમાં નામાંકિત અશોક સ્‍ટવ ઉદ્યોગ ગૃહનાં દેવેન્‍દ્રભાઇ, જાણીતા ઉદ્યોગકાર હરકિશોરભાઇ બચ્‍છા, વિનોદભાઇ અને રામભાઇએ વિદેશમાં ઇમેઇલ પાઠવી રાજકોટમાં પાણી માટે નાણાકીય સહાય તંત્રને મેળવી આપેલ

   સમગ્ર રાજયમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કુદરત રૂઠતાં દુષ્‍કાળની પરિસ્‍થિતિ સર્જાણી છે. લોકોને પીવાનું પાણી પણ સપ્તાહમાં કયાંક કયાંક એક દિવસે મળે છે. ત્‍યારે મુંગા પશુઓની હાલત કેવી હશે? તે કલ્‍પના કરવી અઘરી નથી. નર્મદાના નીર પણ લોકોની પ્‍યાસ પુરી રીતે સંતોષી શકતી નથી. ત્‍યારે હવે કુદરતનો ચમત્‍કાર જ આ મુસીબતમાંથી લોકોને ઉગારી શકે. પાણી-ઘાસચારાના દુ\'કાળની વાત નિકળી છે ત્‍યારે એક ચમત્‍કારીક પાણીના વિરડાની કથા સ્‍ફુરી છે. શ્રધ્‍ધા અને અંધશ્રધ્‍ધા વચ્‍ચે એક પાતળી ભેદરેખા અંકિત છે એવું આપણે અવારનવાર આ કોલમમાં આલેખ્‍યું છે. તે કેન્‍દ્રમાં જ રાખી આપે આ લોકવાયકા જેવા ચમત્‍કારની કથા કરવી છે.

   આ ઘટના ઐતિહાસિક અમરેલી ગામથી ૩ કિ.મી. દુર આવેલ અને ભોજા ભગતના ગામ તરીકે ઓળખાતાં ફતેહપુર ગામની છે. જેમ અમરેલી તેના અટપટ્ટા રાજકારણને કારણે જાણીતું છે. જે રીતે અમરેલીના અટપટ્ટા રાજકારણનો અનેક આઇએએસ-આઇપીએસ અફસરને અનુભવ થઇ ચુકયો છે તેમ ફતેહપુર ગામની આ ચમત્‍કારીક ઘટનાનો અનુભવ પણ સંખ્‍યાબંધ લોકોને થઇ ચુકયો છે.

   ભોજા ભગત નામના સંત હંમેશા જયાં સ્‍નાન કરતાં એવા આ ફતેહપુરનો વિરડો ગમે તેવો દુષ્‍કાળ હોય કે ડંકીના તળ ગમે તેટલો ડુકી ગયા હોય પણ આ વિરડામાં હંમેશા પાણી ભરેલું જ રહેલ. આનો તાગ મેળવવા ઘણા પ્રયત્‍નો થયા પણ તેનો તાગ કોઇ પામી શકયા ન હતા. ભર દુષ્‍કાળે ગામની બહેનોએ આખો દિ\' પાણી ભર્યાના બનાવો નોંધાયેલા.

   પાણી  આડેની રેતી જેવી દૂર થાય અને જાણે અલીબાબાનો ખજાનો ખૂલ્‍યો હોય તેમ પાણીનો ખજાનો નિકળી પડતો. એક સમયે તો મેઘરાજાએ ‘રૂષણા\' લીધેલા, લોકો પાણીના ટીપા માટે વલખા મારતા હતા તેવા સમયે આ વિરડાની સ્‍થિતિ શું છે? તે જાણવા માટે એક ‘ઝમ્‍બો પીપ\' વિરડામાં બેસાડયુ અને કુદરતી રીતે આખુ પીપ છલોછલ ભરાઈ ગયેલ અને હજારો લોકો આ દ્રશ્‍યના સાક્ષી બન્‍યા હતા.

   નવાઈની બીજી બાબત એ છે કે, અહીંની નદીઓની આસપાસ પથ્‍થરની ખાણો હોવા છતા અને નદીઓ ઉંડી હોવા છતા પાણી ભરાતુ નહી અને બીજી તરફ આ વિરડામાં પાણી ખુટતુ નહિં, આવી જ ચમત્‍કારીક ઘટના પૂ. રણછોડદાસજી મહારાજના યુગમાં બનતી, પૂ. ગુરૂદેવ દુષ્‍કાળના સમયે જ્‍યાં જ્‍યાં પગલા કરતા ત્‍યાં પાણી ભરાઈ જતા, પૂ. ગુરૂદેવના ઘણા શિષ્‍યો આ ઘટનાના સાક્ષી છે. જો કે, પૂ. ગુરૂદેવ કહેતા કે આતો મારા રામજીનો ચમત્‍કાર છે.

   આજના યુગમાં હવે તો પાણીનો વેપાર થાય છે, પણ એક યુગમાં તરસ્‍યા લોકોની પ્‍યાસ બુઝાવવી એ મોટામાં મોટું પૂણ્‍ય ગણાતુ. સુખી સંપન્‍ન કે સાધારણ સારી સ્‍થિતિના લોકો ઠેર ઠેર પાણીના પરબ બનાવતા. આજે બોલબાલા જેવી સંસ્‍થા આવા કાર્યો કરે છે પણ આખું રાજકોટ જ્‍યારે એક સમયે પાણીની ભયંકર સ્‍થિતિનો સામનો કરી રહ્યુ હતુ ત્‍યારે તંત્રના પ્રયાસો પુરા સફળ થતા ન હતા ત્‍યારે મૂળ જામખંભાળીયાના વતની અને માતા શાંતાબેન અને પિતા વનરાવનભાઈની સેવા અને બીજાને ઉપયોગી થવાના સંસ્‍કારો સાથે ઉછરેલા અશોક સ્‍ટવ ઉદ્યોગ ગૃહના સંચાલકો દેવેન્‍દ્રભાઈ હરકિશોરભાઈ બરછા, વિનોદભાઈ અને હરકિશોરભાઈના સુપુત્ર રામભાઈએ વિદેશમાં વસતા પોતાના સુખી સંપન્‍ન લોકોને ‘ઈમેઈલ\' પાઠવી રાજકોટની વ્‍હારે આવવા વિનંતી કરતા રાજકોટમાં રૂપિયાના ઢગલા પાણી સેવા માટે થયેલ જેની નોંધ માતબર અખબારોએ લીધેલ. આ પણ એક ચમત્‍કાર જ છે ને.

 (05:30 am IST)
[social_media]
 
 
[all_news_right_side]