Ye Sach Hai

News of Wednesday, 1st May, 2013

આજે ગુજરાત રાજય સ્‍થાપના દિ\': અતિતમાં રસપ્રદ ‘ડોકિયું\'

ગુજરાતના પ્રથમ મુખ્‍ય સચિવ ઇશ્વરનઃ મુખ્‍ય પોલીસ વડા નગરવાલાં હાજર ન થતાં રામ આયર

લીંબડાના ઝાડ નીચે મહારાષ્ટ્રથી અલગ થઇ રચનાઃ મુંબઇની ફાઇલો માટે સ્‍પેશ્‍યલ ટ્રેનો દોડાવેલઃ રાજકોટના પ્રથમ રેન્‍જ ડીઆઇજી તરીકે ડેબુ હતાઃ પ્રથમ ગર્વનર મહેંદી નવાઝ જંગ, પ્રથમ ચીફ જસ્‍ટીસ એસ.ટી.દેસાઇ, ચીફ જસ્‍ટીસ એસ.ટી. દેસાઇ પ્રથમ સીઆઇડી વડા પાવરી પબ્‍લીક સર્વિસ કમીશનના પ્રથમ વડા શ્રી લેઉઆ નિમાયેલ

   ગુજરાત દ્વિભાષી મુંબઇ રાજયથી અલગ થયું ત્‍યારે તેની રચના ૧૯૬૦ ની પ્રથમ મેએ લીંબડાના ઝાડ નીચે થયેલ. મહાગુજરાત આંદોલન માટે સ્‍વ. ઇન્‍દુલાલ યાજ્ઞીકે આગેવાની લીધેલ. અલગ ગુજરાત થતા ફાઇલો ગુજરાત લાવવા ખાસ ટ્રેનો મુંબઇથી અમદાવાદ આવેલ શરૂઆતમાં વિધાનસભા ગૃહ અમદાવાદમાં હતું. અલગ ગુજરાત રાજય થતા થતું સમગ્ર માળખું અલગ કરી ૧પ માં રાજય તરીકે ગુજરાતનું સ્‍થાપન થયું ત્‍યારે પ્રથમ ગર્વનર, મુખ્‍ય સચિવ, મુખ્‍ય પોલીસ વડા, રાજકોટ રેન્‍જ ડી.આઇ.જી. (એ સમયે રાજકોટ રેન્‍જમાં કચ્‍છ બોર્ડર વડોદરા સહિત મોટા વિસ્‍તારનો સમાવેશ હતો) એવા વિશાળ સામ્રાજયના વડા કોણ? વિ. બાબતો જાણવા વાંચકોમાં ઉત્‍કંઠા હોય તે સ્‍વભાવીક છે તે ધ્‍યાને લઇ અતિતની કેટલીક રસપ્રદ બાબતોમાં ચાલો ‘ડોકીયું\' કરીએ.

   ગુજરાતના  સહુ પ્રથમ ગર્વનર તરીકે હૈદ્રાબાદના કર્તાહર્તા સમાહર્તા એવા મહેંદી નવાઝ જંગ હતા. જયારે મુખ્‍ય સચિવપદે ઇશ્વરન હતાં. રાજયના પ્રથમ મુખ્‍ય પોલીસવડા તરીકે શ્રી નગરવાલા નિમાયેલા. (આ નગરવાલાના નામે અમદાવાદમાં સ્‍ટેડીયમ) છે એવા આ નગરવાલા કે ભારતીય ક્રિકેટ ટીમના એક વખતના ખેલાડી સરદેસાઇ તેમનાં  પરિવારમાં પરણેલા તેવા આ નગરવાલા હાજર ન થાં શ્રી રામ આયરને ગુજરાતના પ્રથમ મુખ્‍ય પોલીસવડા બનવાનું માન મળેલ. નગરવાલા ગુજરાતમાં આવ્‍યા, પોલીસ વડા બન્‍યા અને પાછળથી તેમને સસ્‍પેન્‍ડ થવાનો પણ વારો આવ્‍યાનું જાણકારો  કહે  છે.  એ સમયનાંપોલીસવડા ખરા અર્થમાં  વિશાળ હકુમત અને વહીવટના સાચા રણીધણી હતા. ટોચકક્ષાના રાજકારણીઓ પણ તેમની પાસે સાવચેતીથી કામ લેતા.

   ગુજરાતના પોલીસવડા માફક રાજકોટ રેન્‍જના ડી.આઇ.જી. તરીકે ગુજરાતની સ્‍થાપના બાદ પ્રથમ ડી.આઇ.જી. બનવાનું માન શ્રી ડેબુને મળેલ. આ ડેબુ પણ ભાવનગર ખાતે ડી.એસ.પી. તરીકે ફરજ બજાવી ગયેલ. અમદાવાદનાં પોલીસ કમિશ્નરપદે શ્રી નિરંજનદાસ હતાં. પાછળથી આ અફસરે સૌરાષ્ટ્રમાં બહારવટીયાઓને ઝબ્‍બે કરવામાં મહત્‍વની ભુમીકા ભજવેલ.

   ગુજરાતના પ્રથમ ચીફ જસ્‍ટીસ તરીકે શ્રી કે.ટી. દેસાઇની આમ તો પસંદગી થયેલ પણ શ્રી દેસાઇ બેન્‍ક ટ્રીબ્‍યુનલના ચેરમેન   હોવાથી    એસ.ટી. દેસાઇ પ્રથમ  ચીફ   જસ્‍ટીસ    બનેલા. ગુજરાત એસ. ટી. નિગમમાં વાડીભાઇ મહેતાની પસંદગી થયેલ. ગુજરાત પબ્‍લીક સર્વિસ કમિશનના વડા તરીકે શ્રી લેઉઆ નિમાયેલ. જયારે ગુજરાતના પ્રથમ સીઆઇડી વડા તરીકે શ્રી પાવરી નિમાયેલ.

   ગુજરાતના પ્રધાન મંડળમાં જીવરાજભાઇ મહેતા (મુખ્‍યમંત્રી), રસીકભાઇ પરીખ (ગૃહ-માહીતી), રતુભાઇ અદાણી (સહકાર-પંચાયત), માણેકભાઇ શાહ (આરોગ્‍ય-પુરવઠા), હિતેન્‍દ્રભાઇ દેસાઇ (શિક્ષણ દારૂબંધી) જયારે નાયબ પ્રધાનોમાં પ્રેમજીભાઇ ઠક્કર (રસ્‍તા-મકાન) જસવંતભાઇ શાહ (સહકાર) છોટુભાઇ પટેલ (માર્ગ વ્‍યવહાર), બહાદુરભાઇ પટેલ (ખેતીવાડી), ઉપરાંત પોરબંદરના માલદેવજીભાઇ ઓડેદરા (નાણા) રાજકોટનાં અકબરઅલી જસદણવાલા (જમીન રહેઠાણ) ઉર્મિલાબેન દારૂબંધી અને કમળાબેન પટેલને આરોગ્‍ય ખાતું ફાળવાયેલ એ સમયે પ્રધાનો અને પ્રજા વચ્‍ચે આજના થેવી ‘ખાઇ\' ન હતી.  તેઓના બોલનું વજન હતું અને તેઓ બોલ્‍યુ ચોક્કસ પાળતાં.(

 (05:30 am IST)
[social_media]
 
 
[all_news_right_side]