Ye Sach Hai

News of Thursday, 2nd May, 2013

એક સમયના દુશ્‍મન દેશના સર્વેસર્વા સામાન્‍ય ગુન્‍હેગાર જેમ નાસતા મુશરફ પુરાણ તાજ

મિંયા મુશર્રફને જયોતિષીએ રાક્ષસી વૃતિવાળા ગણાવેલઃ જીવતી ગરોડી-સાપ રાંધીને યુવાનીમાં ખાધેલ!!

પુત્રના લક્ષણ પારણામાં માફક બચપણથી જ સખણાં ન રહેતાઃ માત્ર મુશરફ જ નહિ સમગ્ર પરિવાર ધર્મ મુજબ નહિ મરજી મુજબ જીવવાવાળોઃ અમેરિકા કે ભારતને જાણ ન થાય તે રીતે અલકાયદા સાથે ‘ધરોબો\' રાખવાના સતત આક્ષેપો થતાં

   આપણા દેશના દુશ્‍મન નં. ૧ ના એક વખતના સરમુખત્‍યાર પ્રમુખ જનરલ મુશર્રફ અને આપણા નરેન્‍દ્રભાઇના શબ્‍દમાં કહીએ તો મિયાં મુશર્રફની હાલત કેવી કફોડી બની સામાન્‍ય ગુન્‍હેગાર માફક તેને નાસવાનો વારો આવ્‍યો ત્‍યારે આપણી પહેલી ગુજરાતી કહેવત ‘કાબે અર્જુન લુંટીયો, વોહી ધનુષ્‍ય વોહી બાણ\' યાદ આવ્‍યા વગર રહે નહિં. આપણી માફક પાકિસ્‍તાનનાં શિયા મુસ્‍લીમો પણ જેને દુશ્‍મન નં. ૧ માને છે અને જેનો અમેરિકા પ્રેમ બહાર આવ્‍યા રહેતો નથી તેવા પરવેઝ મુશર્રફ અંગે રાજેશ શર્મા નામના જયોતિષીએ તેમના ગ્રહો જોઇ આ વ્‍યકિતને રાક્ષસગણનો જણાવવા સાથે જટીલ પર્સનાલીટીવાળા ગણાવેલ.

   રાક્ષસગણના હોવાના જયોતિષીનાં ફળકથનને અનુમોદન તેનું યુવાનીના પ્રવેશ સમયે તે જયારે કમાન્‍ડો તરીકે જોડાયા ત્‍યારે જીવતા સાપ-દેડકાના પગ અને મોટી ગરોડી અગર નાના મગરને પકડીને તેની રસોઇ કરીને ખાવાનો શોખ હતો.

   ૧૯૪૩ની ૧૧ ઓગષ્ટે જુની દિલ્‍હીમાં જન્‍મેલા મુશર્રફ પુત્રના લખણ પારણામાં માફક બચપણથી જ સખણાં રહેવામાં માનતા જ નહિ. જનરલ મુશર્રફ એકદમ સુધરેલ મુસ્‍લીમ છે. તેઓ જ નહિ તેમનું સમગ્ર પરિવાર ઇસ્‍લામી રિવાજોનું પાલન કરવાના મતના બિલ્‍કુલ નથી. પાંચ ટાઇમ નમાજ પઢવાની વાત કે મહિલાઓને ઓઝલમાં રહેવાની વાત મુશર્રફ કે પરિવારને ગળે ઉતરી નથી.

   ભારત પાકિસ્‍તાનના ભાગલાં સમયે મુશર્રફનું પરિવારે જયારે દિલ્‍હી છોડયું ત્‍યારે તેઓ ડરતાં ડરતાં એ સમયે પેટીમાં ભરીને પુરા સાત લાખ સાથે લઇને ગયેલો મુશરફનું પરિવાર ભલે એશો આરામમાં આળોટતું ન હોય પરંતુ ખાધે પીધે ભારે સુખી હતો. તેમના પિતા મુળ સાઉથ અરેબિયાના હતો.

   મુશર્રફના નાના બહાદુર કાઝી ફઝલ ન્‍યાયાધીશ હતા. મુશર્રફના પિતા પાકિસ્‍તાની સરકારનાં વિદેશ મંત્રાલયમાં ફરજ બજાવતા. પિતાની બદલી તુર્કીના અંકારા શહેરમાં થતાં સ્‍વભાવિક મુશર્રફ પરિવાર ત્‍યાં જાય છે. મુશર્રફની માતા પિતાની ઓફિસમાં જ ટાઇપીસ્‍ટ તરીકે ફરજ બજાવતા.

   મોજશોખ વાળા જીવનનો પ્રથમથી જ શોખ ધરાવતાં મુશર્રફ તુર્કીમાં લકઝરીયસ લાઇફ જીવતાં અને આવું વૈભવી જીવન મુશર્રફ ૧૩ વર્ષના થયાં ત્‍યાં સુધી ભોગવ્‍યા બાદ કમને કરાંચીમાં પરત ફરેલા.. બચપણમાં જ પતંગના પેચ લડાવવામાં    માહિર એવા મુશર્રફ આગળ જતાં  ભારત તથા અમેરિકાનાં રાજનેતાઓ સાથે પેચ લડાવવામાં પણ ઉસ્‍તાદ પુરવાર થઇ ગયેલો,

   મુશર્રફનું ગણીત એવું કે ભારત અને અમેરિકાને ગંધ ન આવે તે રીતે અલકાયદા સાથે ખાનગીમાં સુવાંળા સંબંધો રાખવા, અને અનેક આક્ષેપો છતાં મુશર્રફ ડગ્‍યા વગર આવા સંબંધો રાખેલા અને અમેરિકાની આંખ પણ મોડી ખુલી હતી. આમ મુશર્રફનું જીવન કોઇ અચ્‍છા રાજકારણીનાં રાજકારણથી ચાર ચાસણી ચઢીયાતું છે.(૪.૧)

    

 (05:30 am IST)
[social_media]
 
 
[all_news_right_side]