Ye Sach Hai

News of Friday, 3rd May, 2013

ગુજરાતમાં સંખ્‍યાબંધ અકસ્‍માતોએ રસપ્રદ તારણ તાજ

ખરાબ રસ્‍તા કરતાં સારા રસ્‍તાઓ પર અકસ્‍માત વધુ થતાં હોવાનું અઢી દાયકા અગાઉ જાહેર થયેલ

ગુજરાત એસ.ટી.ના જે તે સમયનાં એમ.ડી. શ્રી સુદના મતે ખરાબ રસ્‍તાઓ પર ડ્રાઇવર વધુ કાળજી રાખે છે. જયારે સારા રસ્‍તા પર વાહન ચાલકો બિન્‍દાસ બની નિયમોની ઐસી તૈસી કરી વાહન ચલાવે છે. જેની સાથે કામ લેવાનું છે. તે યંત્ર છે, તે ગમે ત્‍યારે દગો થઇ શકે તે વાત લોકો ભૂલી જતા હોય છે

   રાજકોટમાં એક સમયે નવા નિમાયેલા પોલીસ કમિશ્નરે રાજકોટમાં સહુથી મોટી સમસ્‍યા અને ઘણા ઝઘડા-માથાકુટના મુળમાં ટ્રાફીક સમસ્‍યા જવાબદાર હોવાની આ કોમલનાં લેખક દાખલા દલીલ સાથે આપેલ દ્રષ્ટાંતની વાત વિના સંકોચે સ્‍વીકારી ટ્રાફીક માટે પોલીસની ચોક્કસ સ્‍થળે વ્‍યવસ્‍થા સાથે એવું પણ તેઓએ જણાવેલ કે, ટ્રાફીકની સમસ્‍યા માટે ફકત પોલીસથી જ હલ ન થઇ શકે તે માટે લોકોએ જાતે ટ્રાફીક સેન્‍સ કેળવવી પડશે. રાજકોટના લોકોનાં આ ટ્રાફીક સેન્‍સ ઓછી હોવાનો પણ ઘણા ગણગણાટ કરે છે. બીજી તરફ દિ\' ઉગે અને અકસ્‍માત વિનાનો દિ\' જતો નથી.

   ત્‍યારે આપણા એક સમયે તત્‍કાલીન એમ.ડી. શ્રી સુદ દ્વારા અકસ્‍માત બાબતે કેટલાક રસપ્રદ સંશોધન કરી આ સંશોધનના કેટલાક તારણો બહાર આવેલા તે ખુબ જ રસપ્રદ અભ્‍યાસપ્રદ અને અમલ માટે અનુકરણીય હતા.

   શ્રી સુદે જણાવેલ કે દર સો મીનીટે ગુજરાતમાં એક અકસ્‍માત થાય છે. તે સાથે તેઓએ રસ્‍તા બાબતેની લોકોની જે કેટલીક માન્‍યતાઓ છે તેથી વિપરીત તારણ આપતાં જણાવેલ કે, સામાન્‍ય માન્‍યતા એવી છે કે, ખરાબ રસ્‍તાઓ અકસ્‍માત માટે ઘણા કારણો પૈકીનું એક છે પણ આ માન્‍યતા સાચી નથી. ખરાબ રસ્‍તાઓ કરતાં સારા રસ્‍તાઓ ઉપર અકસ્‍માત થવાની ભીતી વધુ રહે છે.

   ખરાબ કરતાં સારા રસ્‍તા પર અકસ્‍માત વધુ થતાં હોવા અંગેના તર્ક પાછળનો તર્ક વિસ્‍તૃત રીતે સમજાવતાં જણાવેલ કે, ખરાબ રસ્‍તાઓ પર અકસ્‍માત એટલા માટે ઓછા થાય છે કે લોકો જાળવી જાળવીને સાવચેતીથી વાહન ચલાવે છે. બીજી તરફ રસ્‍તા તરફ સારા રસ્‍તાઓ ઉપર કોઇ જાતની કાળજી રાખ્‍યા વિના વાહનો બેફામ દોડાવે છે અને તેમાં કોઇ નિયમોનું પાલન ભાગ્‍યે જ થાય છે. આમ બિન્‍દાસ્‍ત બની વાહન ચલાવવાના કારણે અકસ્‍માત થવાની ભીતી વધી જાય છે. આમ ઓછી કાળજી વાહન માટે અકસ્‍માતનું કારણ બને છે.

   ઉકત સમયે જે કેટલાક અન્‍ય રસપ્રદ તારણો રજુ થયેલા. તેમાં ઘણા લાંબી નોકરી, ડ્રાઇવીંગનો લાંબો અનુભવ હોય તેથી અકસ્‍માત ન થાય તેવું માની બેસે છે પણ એ સંશોધનનું તારણ એવું પણ નિકળેલ કે આવા ‘ફાકો\' રાખવો વ્‍યર્થ છે. આપણે જેની પાસેથી કામ લેવાનું છે તે યંત્ર છે. યંત્ર કયારે દગો દયે અર્થાત (બ્રેક વિ. બગડે) કે સાઇડ સિગ્નલ બગડે ત્‍યારે કોઇ અનુભવ કામે આવતો નથી. શ્રી સુદે જણાવેલ કે વાહન ચાલકોએ વાહન સાવચેતીજી કાળજી રાખી ચલાવવું જોઇએ. જેથી અકસ્‍માત અટકી જાય. સાથોસાથ વાહન ચાલકોની બેદરકારી પણ અકસ્‍માતો માટે કુદરતી કારણો જેટલાજ જવાબદાર હોવાનું પ્રતિત પાલન કરાવેલ. આમ રોજે રોજ અકસ્‍માતનાં વધતા બનાવોએ અતિતની રસપ્રદ કથા તાજી બની છે. (૪.૧)

 (05:30 am IST)
[social_media]
 
 
[all_news_right_side]