Ye Sach Hai

News of Monday, 6th May, 2013

CID વડા અને એક સમયના CBI ચીફ પૃથ્‍વીપાલ પાન્‍ડેફસાતાં રસપ્રદ વાતો તાજી

સ્‍વ. પી.કે.દત્તા સામે ખૂનનો આરોપ લાગેલઃ જેલ વડા કન્નુ પીલ્લાઇ જેલમાં ગયેલઃ ડી.કે.ધગલ પણ ફસાયેલા

રાજકોટના એડી. સી.પી.રાવ પર આરોપ મુકાયેલઃ સ્‍વ. પી.કે.દત્તાનો કેસ લડવા રાજકોટથી એક યુગના ખ્‍યાતનામ એડવોકેટ સ્‍વ. ચીના શાહ અમદાવાદ જઇ દત્તાને મુકત કરાવેલઃકન્નુ પીલ્લાઇને સીબીઆઇએ તથા કોર્ટે કલીનચીટ આપી તપાસનીસ અફસરોની આકરી ટીકા કરેલઃ નડીયાદના જસ્‍ટીસને હાથકડી નાંખી ફોટા છપાવવાના પીઆઇના કૃત્‍યથી ડી.કે.ધગલ વાંક ગુન્‍હા વગર તકલીફમાં મુકાયેલાઃ ગુજરાતના પ્રથમ પોલીસ વડા જાહેર થયેલ નગરવાલાને પણ ઘેર બેસવાનો વારો આવેલ

   ગુજરાતના એડીશ્નલ ડીજીપી કક્ષાનાં ૧૯૮૦ બેંચના સિનીયર આઇપીએસ એવા સીઆઇડી વડા અને ભુતકાળમાં સીબીઆઇના ગુજરાતના એસ.પી. કક્ષાએ હેડ રહી ચુકેલા પૃથ્‍વીપાલ પાન્‍ડે નામના અધિકારી ઇશરત જહાં એન્‍કાઉન્‍ટર મામલામાં આરોપી તરીકે જાહેર થતાં અને સીબીઆઇ ધરપકડ કરશે તેવી દહેશતથી લાપત્તા થતાં ગુજરાતભરમાં આ બાબત ‘હોટ ટોપીક\' બની છે.

   જો કે એડીશ્નલ ડીજીપી કક્ષાનાં અધિકારી તપાસ મામલામાં ધરપકડ થશે તેવી દહેશતથી લાપત્તા બન્‍યા હોય એવી આ પ્રથમ ઘટના નથી. સાબરમતી સેન્‍ટ્રલ જેલ તોડવા જેવા આતંકી કૃત્‍યમાં એક સમયનાં ગુજરાતનાં એડીશ્નલ ડીજીપી કક્ષાના જેલ વડા કન્નુ પીલ્લાઇ સામે આરોપ મુકાયેલ. તેઓને સસ્‍પેન્‍ડ કરાયેલ. રાજકીય મતભેદોથી ધરપકડ થશે તેવી દહેશતથી તેઓ લાપત્તા બનેલા.

   કન્નુ પિલ્લાઇને ન્‍યાય આપવા એ બાબત ચોક્કસ કહેવી જોઇએ કે રાજકીય  મતભેદોથી તેમની સામે કાનુની કાર્યવાહી થયાનું ઉચ્‍ચ આઇપીએસ અફસરો માનતા એટલું જ નહી સીબીઆઇએ તેમને કલીનચીટ આપવાથી સંતોષ લેવાને બદલે જે તે સમયનાં ડી.જી.ને મળી આવી કાર્યવાહી કેમ ન રોકી? તેવું મોઢેમોઢ જણાવેલ. હાઇકોર્ટ-સુપ્રિમ કોર્ટે પણ તેમની ધરપકડ કરવા બાબતે ટિક્કા કરી હતી.

   પી.કે.દત્તાનું નામ વાંચકોને યાદ હશે જ જાની રાજકુમારને ડાયલોગ ડીલીવરીમાં પાછળ રાખી દયે તેવા આ અફસરથી ગુન્‍હેગારો તો ઠીક ઘણા રાજકીય કાર્યકરો પણ ડરતાં. અમદાવાદના કોમી તોફાનો સમયે લોકોની મિલ્‍કતને નુકશાન કરતા કેટલા લોકો પર સ્‍વ. પી.કે. દત્તાએ પોતાનું જયુરીડીકશન ન હોવા છતાં એસઆરપી મારફત ગોળીબાર કરાવતા અને તેમાં એકનું મોત નિપજેલ. મોકાની રાહ જોઇ બેઠેલા કેટલાકે ખુનનો આરોપ લગાવી દીધેલ.

   રાજકોટને પોતાની કર્મભુમી ગણાવનાર સ્‍વ. પી.કે.દત્તા પર આફત આવતાં પીઢ પત્રકાર સ્‍વ. વેલજીભાઇ ગણાત્રા, ઉષાકાંતભાઇ માંકડ વિ.એ અંગતરસ લીધેલ અને એ યુગના ખ્‍યાતનામ એડવોકેટ અને પીઢ રાજકારણી સ્‍વ. ચીના શાહ અમદાવાદ મિત્ર દાવે દોડી જઇ જોરદાર દલીલો કરી સ્‍વ. પી.કે.દત્તાને આરોપમાંથી મુકત કરાવેલ. (ખાસ નોંધઃ સૌરાષ્ટ્રમાં કલેઇમ કેસના ખ્‍યાતનામ એડવોકેટ એવા વિનુભાઇ ગોસલીયાના સ્‍વ. ચી.ના.શાહ ફુવા થાય)

   રાજકોટમાં ડીસીપી તરીકે ફરજ બજાવી ગયેલ ડી.કે.ધગલ (હાલ નિવૃત) એવા આ આઇપીએસ અફસર પણ નડીયાદના સત્‍યનારાયણ શર્માના પીઆઇને કારણે મુશ્‍કેલીમાં મુકાયેલ. શ્રી શર્માએ દારૂબંધીનાં આરોપસર એક જજ સામે કાર્યવાહી કરી હાથકડી નાંખી અખબારોનાં ફોટા છપાવતાં સુપ્રિમ કોર્ટ નારાજ બનેલ.

   એ સમયે ડી.કે.ધગલ નડીયાદનાં એસ.પી. હતા. જો કે તેમની આ ઘટનામાં કોઇ ભુમીકા ન હોવા છતાં તિહાર જેલમાં જવુ પડેલ. પાછળથી સુપ્રિમ કોર્ટના એડવોકેટ રેવી.ના પ્રયાસથી મુકત થયેલ.

   રાજકોટની જ વાત નિકળી છે તો રાજકોટના હાલના એડીશ્નલ પોલીસ કમિશ્નર ડો. રાવ રાજકોટ ડીસીપી હતા ત્‍યારે રાજકોટના ગુન્‍હેગારોને સીધા દોર કરવા તેમની આંખમાં બામ નાખતા ‘રાવ\' સામે ‘રાવ\' થયેલ. જો કે આ ઉહાપોહ પણ ઇરાદાપુર્વક હતો. ડો. રાવ તબીબી જ્ઞાન ધરાવતાં વ્‍યકિત હતા. એટલે કોઇની આંખને નુકશાન ન થાય તેવું સારી રીતે સમજે એ કહેવાની જરૂર નથી.

   આ ઉપરાંત આઇ.જી. કક્ષાનાં કે.એચ.ભાયાને સીબીઆઇએ ઝડપેલ, સંજીવ ભટ્ટ, વણજારા, રાજકુમાર પાન્‍ડીયન, ગીરીશ સિંઘલ, અભય ચુડાસમા વિ.ની વાતો જાણીતી હોવાથી તેનું પુનરાવર્તન કરતાં નથી.

   એક ઓછી જાણીતી વાત પર આપણે પ્રકાશ ફેંકીએ તો ગુજરાત રાજયની સ્‍થાપના થઇ અને મહારાષ્ટ્રથી અલગ થયું ત્‍યારે ગુજરાતના મુખ્‍ય પોલીસ વડા તરીકે શ્રી નગરવાલાનું નામ જાહેર થયેલ. જો કે સંજોગોવસાત તેઓ હાજર ન થઇ શકતાં શ્રી રામ આયરને ગુજરાતના પ્રથમ પોલીસ વડા બનવાનું માન મળેલ. ગુજરાતના પ્રથમ પોલીસ વડા બનેલા શ્રી નગરવાલાં ‘બેરીકેપ\' ખરીદી મામલામાં મુસીબતમાં મુકાયેલા અને ઘેર બેસવાનો વારો આવેલ. ગાંધીજીની હત્‍યા કેસની તપાસમાં પણ જેઓ સામેલ થયેલા તેવા શ્રી નગરવાલા દેશના એક યુગના જાણીતાં ક્રિકેટરના સસરા હતા. શ્રી નગરવાલા પાછળથી ફરજ પર આવેલ. ભાર્ગવ નામના એક પોલીસ અધિકારી ૧૪ વર્ષ સસ્‍પેન્‍ડ રહયા બાદ નોકરીમાં પરત આવ્‍યા હતા. આમ આઇપીએસ પણ મુસીબતમાં મુકાયેલા.

 (05:30 am IST)
[social_media]
 
 
[all_news_right_side]