Ye Sach Hai

News of Tuesday, 7th May, 2013

રેલ્‍વે મંત્રીના રાજીનામાની માંગ કોંગીમાં હોવા છતા અનિલ શાષાીએ કરી તેથી નવાઇ ન પામતા

લાલબહાદુર શાષાી રેલ્‍વેમંત્રી હતા ત્‍યારે સાંધાવાળાની ભુલથી અકસ્‍માત થતાં રાજીનામું ધરી દીધેલ

પિતાના આવા સંસ્‍કારો અનિલ શાષાીમાં હોય તે સ્‍વભાવીક છેઃ ઉત્તર પ્રદેશમાં હત્‍યાકાંડ થતાં ઘડીના છઠ્ઠા ભાગમાં વી.પી.સિંઘે રાજીનામું આપેલઃ સમાજમાં સિધ્‍ધાંતો-ખાનદાની અને પ્રમાણીકતા કરતાં ધનનું પલ્લું ભારે થતાં આ સમસ્‍યા સર્જાયાનું તારણઃ ઘણા બુધ્‍ધિજીવીઓ એવું માને છે કે પ્રજાની નિષ્‍ક્રિયતા પણ નેતાઓની અપ્રમાણીકતાં જેટલી જવાબદાર છે

   રેલ્‍વેમંત્રી પવનકુમાર બંસલનાં ભાણેજ વિજય સિંગલા ૯૦ લાખ રૂપીયાની લાંચ લેતા સીબીઆઇ હાથે ઝડપાયા છે. મહેશકુમાર કે જેઓ રેલ્‍વે બોર્ડના સભ્‍ય છે. તેમને મનગમતા પોષ્ટીંગ  માટે બે કરોડ લાંચ આપવાનું નક્કી થયું હતું. સીબીઆઇએ ફોન રેકોર્ડીગ દ્વારા ચોંકાવનારી માહીતી મળી છેકે, રેલ્‍વે બોર્ડના ચેરમેનની ખાલી પડનાર જગ્‍યા માટે પણ સોદો હતો. આવુ મસમોટું કૌભાંડ પકડાતા રેલ્‍વેમંત્રી પવન બંસલનું રાજીનામું મંગાયું છે. જો કે, રાહુલ ગાંધીએ કોંગ્રેસની બેઠકમાં સંદેશો મોકલી પવન બંસલનું રાજીનામું ન સ્‍વીકારવા સંદેશો મોકલ્‍યો. જો કે આપણા ભુતપુર્વ વડાપ્રધાન સ્‍વ. લાલબહાદુર શાષાીના પુત્ર અનિલ શાષાીએ પવન બંસલનું રાજીનામું નૈતિક રીતે જરૂરી હોવાનું જણાવી વિપક્ષ (ભાજપ) સાથે કોંગી સભ્‍ય એવા અનિલ શાષાીનાં રાજીનામાથી રાષ્ટ્રીય રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

   અનિલ શાષાીએ કોંગ્રેસમાં રહી પવન બંસલનું રાજીનામું માંગ્‍યું તેના મુળમાં આ અનિલ શાષાીનાં ઉછેરના મુળભુત સિધ્‍ધાંત છે. ભારતમાં સહુથી પ્રમાણીક અને દેશભકત એવા સ્‍વ. લાલ બહાદુર શાષાી એક યુગમાં દેશના રેલ્‍વે મંત્રી પણ રહી ચુકયા હતા. આજના યુગમાં ઘડીમાં કોઇને ગળે ન ઉતરે પણ સ્‍વ. લાલબહાદુર શાષાી જયારે રેલ્‍વે મંત્રી હતા ત્‍યારે રેલ્‍વેમાં ફરજ બજાવતા એક   સાંધાવાળા   જેવા સામાન્‍ય કર્મચારીની ભુલથી  રેલ્‍વેમાં અકસ્‍માત થયેલ. નવાઇની વાત એ છે કે નૈતિકતાનાં ધોરણે સ્‍વ. લાલબહાદુર શાષાીએ વિપક્ષો તેમના રાજીનામા અંગે એક હરફ ઉચ્‍ચારે તે પહેલાં રાજીનામું આપી દીધેલ. એ વખતે આવા હતાં સિધ્‍ધાંત. સ્‍વ. લાલબહાદુર શાષાીના પુત્ર અનિલ શાષાી આવા વાતાવરણમાં ઉછર્યા હોવાથી સ્‍વભાવીક રેલ્‍વેમંત્રી પવન કુમાર બંસલના ભાણેજ વિજય સિંધલા ૯૦ લાખની લાંચ લેતા ઝડપાયા એટલે રાજીનામું માંગ્‍યા વગર ન રહે.

   જો કે હવે આજના યુગમાં રાજકારણી હોય કે બ્‍યુરો કેટ (નોકરશાહી) હવે આજે લોકોની ઓળખ તેની પાસે કેટલા રૂપીયા છે તેનાથી હોવાથી આવા લોકો એવું માને છે કે સિધ્‍ધાંતોનું શાક ન થાય. આ કોલમના નિયમીત વાંચક એવા કેટલાક સંનિષ્‍ઠ  આઇપીએસ અફસરોએ આ ઘટના બાદ જણાવેલ કે આ બધા ‘કાંડ\' માટે જેટલા રાજકારણીઓ જવાબદાર છે. તેટલી જ પ્રજા જવાબદાર છે. એક યુગમાં સારૂ કામ કરનાર લોકોને બદલીઓ કરી હેરાન કરતાં સરકાર ડરતી. જગદીશન જેવા અફસરની બદલીમાં રાજકોટ બંધ રહેલ. આર.ડી.ઝાલાની ધારીથી બદલી થતા ગામ બંધ રહેલ.

   પ્રજાના આવા પીઠબળને કારણે અફસરોને પણ હિંમત રહેતી હવે સારા અફસરો પણ આપણે આપણું સંભાળો એવી મનોવૃતિ ધરાવતા થયા છે. આ વાત ભલે કોઇને સો ટકા સાચી ન લાગતી હોય પણ આ દલીલ નકારી શકાય નહી. એક સમયે લોકો અફસરો-નેતાની પ્રમાણીકતાં ગુણ ગાતા આજે ફલાણા તો આટલા કરોડનો આસામી છે તેવી વાતો રસથી કરતાં હોય છે.

   વિશ્વ પ્રતાપસિંઘ નામ સાંભળ્‍યું છે ? વી.પી.સિંઘ એટલે આપણા એક સમયના વડાપ્રધાન રૂંછાવાળી ટોપી પહેરતાં આ રાજકારણી જયારે ઉત્તરપ્રદેશના મુખ્‍યમંત્રી હતા. ત્‍યારે એ સમયે યુપીમાં હત્‍યાકાંડ થયેલ આવું બનતા વિપક્ષો તો ગેલમાં આવી ગયેલા અને તુર્ત જ જોરદાર નિવેદનો તૈયાર કરવાનાં કામમાં પરોવાઇ ગયેલ. અખબારો પણ આ મામલામાં વિપક્ષોના પ્રત્‍યાઘાત લેવાની તૈયારીમાં હતા. પણ આવું કઇ બને અને કોઇ રાજીનામું માંગે તે પહેલા જ વી.પી.સિંઘે નૈતીકતાના ધોરણે રાજીનામું આપી દીધેલ. જો કે આ બધી ઘટના બાદ યમુના નદીમાં ઘણા પાણી વહી ગયા છે અને તે ફુગ અને આજનો યુગ જુદો હતો.

    

 (05:30 am IST)
[social_media]
 
 
[all_news_right_side]