Ye Sach Hai

News of Wednesday, 8th May, 2013

કેરીઓનો સ્‍વાદ સર્વત્ર પ્રસર્યો છે ત્‍યારે એક રસપ્રદ રમુજી કથા

ભૂખથી તડપતા માણસે રેલ્‍વે એન્‍જીનમાં સુંગંધી કેરી જોતા કુદયો અને ડ્રાઇવર વગર એન્‍જીન ૧૭ કિ.મી. દોડયું

ભૂખ્‍યો માણસ કયુ પાપ નથી કરતો એવી સંસ્‍કૃતની કહેવતને યથાર્થ ઠરાવતી આ ઘટના દિલ્‍હીના રેલ્‍વે નજીક બનેલ. ભુખથી પીડાતા માણસે રેલ્‍વેના રેઢા એન્‍જીનમાં સોડમદાર કેરીઓ જોઇ તેની ભૂખ બેવડાઇ અને એન્‍જીનમાં કુદતાં ન થવાનું થયું

   ફળોની રાણી એવી કેસર-હાફુસ વિ. સોડમદાર કેરીઓથી બજારો ઉભરાઇ રહી છે. એક તબક્કે વાવાઝોડા જેવા વાતાવરણ કારણે કેરીઓ ખરી પડી જતા થોડીક ચિંતા કેરી પ્રેમીઓમાં જાગી પણ તે ચિંતા ક્ષણજીવી નિવડી અને રાયથી માંડી રંક સુધીના લોકો પોત-પોતાની રીતે કેરીઓ ખરીદી રહયા છે ત્‍યારે એક ભુખ્‍યા માણસને નજર સમક્ષ સોડમદાર કેરીઓ જોઇ અને પછી પોતાની જાતને રોકી ન શકતાં એ કુદયો, પણ આ કેરીઓ રેલ્‍વે એન્‍જીનમાં હતી અને એન્‍જીન ચાલુ થઇ જતા કેવી દોડધામ મચેલી તેની રસપ્રદ કથા ચાલો આપણે માણીએ.

   સંસ્‍કૃતમાં એક કહેવત છે બભુક્ષિતાઃ કિંમ ન કરોતીઃ પાપમ અર્થાત ભુખ્‍યો માણસ કયુ પાપ નથી કરતો. આવી કહેવતને યથાર્થ ઠરાવતી આ ઘટના દિલ્‍હી રેલવે લાઇન નજીક બનેલ. ત્રણેક દાયકા અગાઉ એક ભુખ્‍યો માણસ ઉભો હતો. આ માણસને કકળીને ભુખ લાગેલ. જઠારાઅગ્ની ઠારવા શું કરવું? તેવો વિચાર કરી રહયો હતો. આ દરમ્‍યાન તેણે રેલ્‍વે એન્‍જીનમાં પડેલ કેટલીક સુંદર મજાની સોડમદાર કેરીઓ જોઇ. કેરીની સુંગંધથી એ માણસની ભુખ બેવડાઇ ગઇ અને એ ભુખે તેને ભાન ભુલાવ્‍યું અને તે રેલ્‍વે એન્‍જીનમાં કુદી પડેલ.

   ગમે તે બન્‍યું તે માણસનો હાથ રેલ્‍વે એન્‍જીનને અડી જતાં ગમે તે બન્‍યુ અને એન્‍જીન ચાલુ થઇ ગયેલ અને રેલ્‍વે એન્‍જીન મંડયુ દોડવા. દુર ઉભેલા એન્‍જીન ડ્રાઇવરે આ દ્રશ્‍ય જોયું પણ પરિસ્‍થિતિ કાબુ બહાર હોવાથી તેણે રેલ્‍વે કન્‍ટ્રોલને જાણ કરી સાવધ રહેવા સંદેશ આપેલ.

   બીજી તરફ એ રેલ્‍વે એન્‍જીનને કેવી રીતે અટકાવું? તેની વિસામણ જાગી. રેલ્‍વે સ્‍ટાફ દોડતો થયો પણ ત્‍યાં સુધીમાં ૧૭ કિ.મી. સુધી દુર અર્થાત શાહીબાદ સુધી એન્‍જીન ડ્રાઇવર વગર દોડી ગયેલ. દરમ્‍યાન રેલ્‍વેના રનીંગ સ્‍ટાફના બે માણસોએ હિંમત કરી સળીયો મહામહેનતે પકડી એન્‍જીનમાં કુદી પડેલ. પ્રથમ તો એ યુવાનને ધોલધપાટ કરી અને તેની પુછપરછ કરતા તેણે રડતા રડતાં જણાવેલ કે ‘મને સખત ભુખ લાગેલ\'  અને આ દરમિયાન રેલ્‍વે એન્‍જીનમાં કેરીઓ જોઇ મોઢામાં પાણી આવવા સાથે ભુખ બેવડાતાં, એન્‍જીનમાં કુદી પડેલ.

   રેલવે પોલીસની પૂછપરછમાં એ યુવાન ઓરિસ્‍સાના પંથકનો હોવાનું ખૂલેલ. એ ભૂખ્‍યા યુવાનની ધરપકડ કરવા સાથે એન્‍જીનના ડ્રાઇવરની પણ આ રીતે બેદરકારી દાખવવા બદલ ખાતાકીય તપાસ બાદ સસ્‍પેન્‍ડ કરાયેલ, આમ  ૧૭-૧૭ કિ.મી. પૂરપાટ ડ્રાઇવર વગર એન્‍જીન દોડવાની અને ભૂખ્‍યા યુવાનની કેરી જોઇને લલચાયાની કથા અખબારોમાં પ્રગટ થતાં સહુએ રસથી આ કથા માણી ઘણાને એ ભૂખ્‍યા યુવાન તરફ દયા પણ જાગેલ.

    

 (05:30 am IST)
[social_media]
 
 
[all_news_right_side]