Ye Sach Hai

News of Monday, 22nd July, 2013

સતિષ શર્મા સામે એક સાથે ૯ ઓડલીએ ગુલામ જેવું બંગલે કામ લેતા હોવાના આક્ષેપે રસપ્રદ વાતો તાજી

ખરેખર ‘ઓડલી' જેવો કોઇ શબ્‍દ નથી, સાચુ નામ ‘ઓર્ડરલી': બ્રિટીશ કાળની પ્રથાઃ પોલીસમાં હજુ ચાલુ

રાજન પ્રિયદર્શીએ પોતાના અમદાવાદ નિવાસસ્‍થાને ફાળવાયેલ ચારેય ‘ઓર્ડરલી' (પોલીસમેન)પરત કરી સરકારી ખર્ચ બચાવતા. સ્‍વ. પી.કે. દત્તાએ રેકોર્ડ પર નોંધ કરેલઃ એડી. ડી.જી. મોહન ઝાએ જુનાગઢ રેન્‍જમાં બંગલે ફરજ બજાવતા જુના ‘ઓર્ડરલી' નિવૃત થતા પોતાના વડીલ તરીકે ઘેર રાખી અંગત ખર્ચ આપેલઃ ઝા દંપતિને ઘેર પરિવાર જેમ સ્‍ટાફ ફ્રીજ ખોલી ફ્રુટ-આઇસ્‍ક્રીમ -દુધ લઇ શકેઃ નાના સ્‍ટાફનું ધ્‍યાન રાખવામાં અર્ચનાબેન સિંહાનું કાર્ય પણ કાબીલેદાદ : બીજી તરફ આંબામાં એક કેરી ઓછી થતાં સ્‍ટાફને ઉંચા નીચા કરાયેલઃ ઘણાને આ ફરજ ‘ઝેર' જેવી તો ઘણાને ‘મીઠી' પણ લાગે છે.

   વડોદરાના  પોલીસ કમિશ્નર સતિષ વર્મા સામે તેમના જ બંગલે ‘ઓડલી' તરીકે ફરજ બજાવતા ૯ જેટલા પોલીસ કોન્‍સ્‍ટેબલોએ પોલીસ મેન્‍યુઅલ વિરૂધ્‍ધ ગુલામ જેવી ફરજો લેવાતી હોવાની અરજી સાથે આક્ષેપ અદાલતમાં કરતાં આ ‘ઓડલી' એટલે શું ? જેવા અનેક પ્રશ્નો સામાન્‍ય વાંચકના મનમાં ઘુમરાઇ રહયા છે તો ચાલો આપણે બે પોલીસ અધિકારીઓના જંગની આજે એ રસપ્રદ વાતો કરીએ.

   ખરેખર તો ‘ઓડલી' જેવો કોઇ શબ્‍દ જ નથી. તેનુ ખરૂ નામ ‘ઓર્ડરલી' (હુકમનો અમલ કરનાર) જેવું નામ છે. આ પ્રથા બ્રિટનકાળથી અર્થાત આઝાદી પહેલાની છે અને તે આજે પણ ચાલુ છે.પોલીસ મેન્‍યુઅલમાં  પીએસઆઇ-પી.આઇ પોતાને ત્‍યાં ૧ (ઓર્ડરલી) ડીવાયએસપી (૨) એસ.પી. (૩) આઇજી (૩) પોલીસ કમિશ્નર અને એડીશ્નલ ડી.જી. ૪ ઓર્ડરલી રાખી શકે છે. તેઓનું કામ સામાન્‍ય રીતે ટેલીફોનો રીસીવ કરવાનું, ફાઇલોનું ધ્‍યાન રાખવાનું અને બંગલે કોણ આવે છે અને ગાર્ડ દ્વારા તેમને આગતુંક મહેમાનની જાણ થતા ત્‍યારે યોગ્‍ય જવાબ આપવા અને સામાન્‍ય કામમાં મદદરૂપ થયાની ફરજ છે.

   આ તો પોલીસ મેન્‍યુઅલ મુજબની નિયત સંખ્‍યા પણ ઘણાને બંગલે મોટી ફોજ રાખવામાં આવે છે. બહુ ઓછા લોકોને જાણ હશે કે કાયદામાં નાના પોલીસમેનને પણ અધિકારી ગણવામાં આવ્‍યો છે. જે રીતે વર્ગ-૧-ર અધિકારી છે તે વહીવટી હુકમથી છે કાયદાથી નથી.

   આવા ‘ઓર્ડરલી' અને ઉચ્‍ચ અફસરો વચ્‍ચે કે તેના પરિવાર વચ્‍ચે પરિવારના સભ્‍ય જેવી માયા બંધાઇ જાય છે. અફસરને ત્‍યાં ફરજ બજાવતા ‘ઓર્ડરલી' એટલી કાળજી રાખે છે કે વાત પુછોમાં જુનાગઢ રેન્‍જમાં એક પોલીસમેન ‘ઓર્ડરલી' તરીકે વર્ષોથી ફરજ બજાવતા હતા. તેમનું નામ શાંતિભાઇ ઠાકર, મોટાભાગના રેન્‍જ વડા તેમને વડીલ જેમ રાખતા. એમાંય હાલનાં એડીશ્નલ ડીજીપી કક્ષાના ઇન્‍ચાર્જ સીઆઇડી વડા મોહન ઝા અને તેમનાં જેટલાં જ બલકે તેથી વધુ લાગણીસભર તેમનાં ધર્મપત્‍નિ અનિતાબેન પણ શાંતિભાઇને  પિતૃ તુલ્‍ય માન આપતાં, તેઓ નિવૃત થયાં ત્‍યારે મોહન ઝા પરિવારે તેમને પોતાના અંગત ખર્ચમાંથી પગાર આપી ફરજ પર ચાલુ રાખેલ.

   મોહન ઝા પરિવારમાં ઘેર-બંગલે ફરજ બજાવતો સ્‍ટાફ એટલે પરિવારના સભ્‍ય માફક તેઓ ફ્રીજમાંથી ફ્રુટ-મીઠાઇ ખાઇ શકે. ચા-કોફી મરજી મુજબ બનાવી શકે આવી માયા હતી.

   બંગલે કામ કરતા સ્‍ટાફનું ધ્‍યાન રાખવામાં રાજકોટ રેન્‍જનાં કાર્યદક્ષ આઇજીપી પ્રવિણસિંહાના ધર્મપત્‍નિ અર્ચનાબેન કે જેઓએ પરિવારને સંભાળવા બિહાર હાઇકોર્ટની ધીકતી પ્રેકટીશ પળવારમાં છોડી દીધેલી તેઓ પણ નાના સ્‍ટાફનું જે રીતે ધ્‍યાન રાખે છે તે કાબીલેદાદ છે. સીબીઆઇમાં પ્રવિણસિંહા ફરજ બજાવતા તે સમયનાં પણ નાના મોટા સ્‍ટાફનું માતા અને બહેન બની અર્ચનાબેન ખ્‍યાલ રાખેલ છે.

   રાજન પ્રિયદર્શીનું નામ ગુજરાતીઓ ગૌરવભેર લ્‍યે છે. વી.ટી.શાહ બાદ ગુજરાતમાં સહુ પ્રથમ આઇપીએસ બનનારા રાજન પ્રિયદર્શી પોતાનાં અમદાવાદ નિવાસસ્‍થાને પોતાને મળતાં તમામ ‘ઓર્ડરલી' પરત કરેલ અને સરકારનો મોટો ખર્ચ બચાવેલ. તત્‍કાલીન ડીજીપી સ્‍વ. પી.કે.દત્તાએ આ વાત રેકોર્ડ પર લીધેલ. નિયમ અને અનુશાસન માટે અગ્રણી આ આઇપીએસ ઓફીસરના બંગલે કામ માટે મુકવા ઘણો સ્‍ટાફ સામેથી માંગણી કરતો. તેઓ જયારે એકલા રહેતા હોય ત્‍યારે એકકદ સ્‍ટાફ રાખે તેઓ ફોન પણ લેન્‍ડલાઇન હતો ત્‍યારે જાતે ઉપાડતાં.

   ઘણા સીધાસાદા પોલીસમાં ભરતી થયેલ. આ ઉચ્‍ચ અફસરને ત્‍યાં બંગલે કામ કરવાનું સામેથી સ્‍વીકારે, ઘણાંને એટલી જ ચીડ હોય, જેઓને બંગલે શાંતિથી બીજી કંઇ આડી અવળી વાતમાં પડયા વગર ફરજ બજાવવી હોય તેમને આ ફરજ પસંદ પડે. બંગલે ફરજમાં ઘણા ચા કરતા કીટલી ગરમ જેવા ઉચ્‍ચ અફસરથી ચઢે તેવો તુંડ મિજાજી મિજાજ તેમનાં પરિવારના સભ્‍યો ધરાવતા હોવાનું પણ ચર્ચાતું હોય છે.

   એક યુગમાં જયારે પોલીસ હડતાલ પડી ત્‍યારે અમદાવાદ શહેરનાં જે તે સમયના નાયબ પોલીસ કમિશ્નર પી.સી.ગણાત્રાએ તત્‍કાલીન ડીજીપીને કહયું કે જે ઓડર્રલી (પોલીસ સ્‍ટાફે) અમારા તથા અમારા પરિવારના સદસ્‍ય જેવા રહી જે લાગણી પ્રેમ જીત્‍યા હોય તેના પર અમે દમન કરી હડતાલ કઇ રીતે દબાવીએ? જો કે આવી પ્રથા આઇપીએસમાં પણ છે અને લશ્‍કરમાં પણ છે. અમેરિકામાં નાના પોલીસ સ્‍ટાફને પણ અધિકારીનો દરજ્‍જો મળે છે એ તો ઠીક ઘણી વખત સાથે આવેલા સ્‍નીફર ‘ ડોગ'ને પણ ‘ડોગ' કહેતા ઘણાના મોઢા ફરી જાય છે.

   અને છેલ્લે એડીશ્નલ ડીજીપી તરીકે નિવૃત થઇ હાલ ‘રાજન' નામનું વૈચારીક પાક્ષીક ચલાવતાં રાજન પ્રિયદર્શી વર્ષો અગાઉ જે સ્‍થળે એસ.પી. હતા તે રેન્‍જમાં આઇ.જી. બન્‍યા ત્‍યારે જુના સંસ્‍મરણો તાજા કરવા એસ.પી. બંગલો જોવા ગયા, ગાર્ડનમાં ફરજ બજાવતાં જુના માળી પોતાના જુના સાહેબને જોઇ રાજી થતો દોડી આવ્‍યો.

   રાજન પ્રિયદર્શીએ કહયું કે, અહીં આંબાનું સુંદર ઝાડ હતું. સરસ કેરીઓ પાકતી તે કેમ કાઢયું? એ માળીએ કહયું કે ‘સાહેબ, આ ઝાડમાં આવતી કેરી મેડમ ગણતાં એક વખત ગણત્રીમાં ભૂલ થઇ, એક કેરી ઓછી થઇ ત્‍યારે ત્‍યાં ફરજ બજાવનારને એવો ઝુલાવ્‍યો કે વાત પુછોમાં ત્‍યાર બાદ અન્‍ય માળીએ આ વાત જાણી નવા એસ.પી. આવ્‍યા ત્‍યારે બહાનુ કરી આંબો કઢાવી નાંખ્‍યો,' આવું પણ બનતું હોય છે.

    

 (05:30 am IST)
[social_media]
 
 
[all_news_right_side]