Ye Sach Hai

News of Thursday, 25th July, 2013

ઘર હોય તો વાસણ ખખડે, પણ બ્રિટનનાં અખબારોએ મહેલનાં વાસણો જોરશોરથી જાહેરમાં ખખડાવેલ

‘રાજાને ગમે તે રાણી, છાણા વીણતા આણી' જેવું મૌન થયા, પણ રાજમાતાને ડાયેના દીઠી ગમતી ન હતી

બ્રિટનનાં પરિવારને મુખ્‍ય વાંધો ડાયેનાની ઉછેરના બેકગ્રાઉન્‍ડ લીધે હતો. ડાયેનાની માતા ડાયેના અને તેના પતિને સુતા મુકી નાસી છુટેલ. ડાયેનાએ બાલમંદિરનાં ટીચર થતાં પહેલા ઘરઘરાવ નાની લોજ ચલાવેલ. અંતે આ જોડુ છુટુ પડેલ. ડાયેના મોતને ભેટી. પ્રિન્‍સે ‘ઘરઘરણુ' કરી લીધું (હપ્તો-બીજો)

   બ્રિટનના રાજ પરિવારમાં નવા સભ્‍યનું આગમન થતાં જ રેડકાર્પેટ પાથરી તોપો ધણધણાવી તેનું સ્‍વાગત થઇ ચુકયું છે. પ્રિન્‍સનાં ઘેર ‘બાબા'ના જન્‍મના સમાચારો દુનિયાભરમાં મહત્‍વના ન્‍યુઝ બન્‍યા તે પાછળ આપણે બ્રિટનનાં લોકો અને અખબારો બ્રિટનના રાજ પરીવારમાં બનતી નાનામાં નાની ઘટનામાં જે રસ દાખવે છે તેની અસર હોવાનું આપણે પ્રથમ હપ્તામાં દ્રષ્ટાંતો સહિત જાણ્‍યું.

   બ્રિટનમાં જયારે ૯ મી જુલાઇ ૧૯૮૧ના રોજ પ્રિન્‍સ ચાર્લ્‍સ (વિલીયમ્‍સનાં પિતા)ના લગ્ન મિસવર્લ્‍ડ જેવી બાલ મંદિરમાં ફરજ બજાવતી ટીચર ડાયેના સાથે થયા ત્‍યારે સ્‍વભાવીક રીતે આપણી કાઠીયાવાડની ભાષામાં કહીએ તો ‘વડા'(સ્‍ટેટસ)નો પ્રશ્ન આવ્‍યો, હવે બે પૈસા થાય અને પોતાની કોડીની આબરૂ ન હોવા છતાં મોટા માણસ હોવાનો સામાન્‍ય માણસ ભ્રમ પાળતા હોય તો આ તો બ્રિટનનું રાજ પરિવાર એટલે ગણગણાટ મહેલમાં જ થયો પણ પ્રિન્‍સ ચાર્લ્‍સ આવી કોઇ વાત માને તેવા ન હતાં. બ્રિટનનાં રાજ પરિવારને ડાયેનાના ઉછેર સામે પણ વાંધો હતો.

   ડાયેના કે જેણે પેઇંગ ગેસ્‍ટ તરીકે ભારતીય ભાષામાં કહીએ તો નાની વીસી (ટીફીન ચલાવેલ) તેવી ડાયેના જયારે છ વર્ષ હત. ત્‍યારે તેની માતા ડાયેના અને તેના પિતાને સુતા મુકીને ચાલી નિકળેલ. હવે રાજમહેલને આવી માતાની પુત્રી પસંદ ન પડે પણ ‘રાજાને ગમે તે રાણી છાણા વીણતા આણી'  કહેવત જેવું હતું.

   ડાયેના એકદમ સામાન્‍ય કહી શકાય તેવા ઘરની હોવાથી તેનામાં રાજવી ઘરાનાં જેવી શિષ્ટ અને ‘પ્રોટોકોલ' વાળી જબાન ન હોય તે સ્‍વભાવીક છે. આથી સહું પ્રથમ હવે ‘ગગો માને તેમ જ નથી' તેવું લાગતા ડાયેનાને રાજઘરાનાની રહેણી-કરણી અને મહેલના રીતરીવાજ શિખડાવવાનું શરૂ થયેલ. રાજમાતાને જો કે આ સંબંધ છેવટ સુધી ખટકતો અને એક રાજા-રાણીને જે રીતે માન આપવું જોઇએ તેવું માન ડાયેનાનાં સામાન્‍ય પરિવારના બ્રેક ગ્રાઉન્‍ડને ધ્‍યાને લઇને અપાતું ન હતું. આપણે આશ્વાસન લેવું જોઇએ કે આવી સાસુઓ ફકત ભારતમાં જ છે,  બ્રિટનમાં નહિ તો આવાઅપવાનદ વિકસતી દેશોમાં પણ છે જ. ઘરમાં આવા નાના-મોટા વિવાદ ડાયેનાએ ભલે ધ્‍યાને ન લીધા પણ ઘર હોય તો વાસણ ખખડે એ વાત અખબારોને માન્‍ય ન હોવાથી ઘરમાં ખખડતા વાસણ અખબારોમાં જોરશોરથી ખખડવા લાગેલ.

   ફરી મુળ વાત પ્રિન્‍સ અને ડાયેનાના લગ્ન સમયે હું તમારી આજ્ઞાનું પાલન કરીશ  એવા રાજઘરાનાની પરંપરા મુજબના શબ્‍દો સમય મુજબ રદ કરાયાનું જાહેર થયા બાદ પણ અખબારોને તેમાં જુદી ‘બુ' આવેલ.

   પછી તો આ ઝઘડો પ્રિન્‍સ ચાર્લ્‍સ અને ડાયેનાને જુદો કરીને જ રહયો. એક બીજાના લાગણી અને પ્રેમનાં બંધનો ઘરમાં રોજની માથાકુટથી તૂટી પડેલાં. ત્‍યાર બાદ બેઉ અલગ થયા પ્રિન્‍સે ત્‍યાર બાદ ‘ઘરઘરણું' કરેલ. ડાયેનાના અંગત જીવનની વાતો જાણવા માટે પાછળ પાછળ ફરતા પત્રકારોથી પીછો છોડાવવા જતા ડાયેનાની કારને અકસ્‍માત થયો અને તેનો અંત આવ્‍યો. આ માટે પાપારાઝી (પત્રકારોને બ્રિટનમાં આ નામથી ઓળખાય છે) તેમના પર પણ માછલા ધોવાયેલા. એક આડ વાત પ્રિન્‍સ ચાર્લ્‍સ ભારત આવેલ. ત્‍યારે એક સમયની આપણી જાણીતી હીરોઇન પદમાં કોલ્‍હાપુરીએ જાહેરમાં ચુંબન પ્રિન્‍સને કરી તેનું ગૌરવ લીધેલ. (ક્રમશ)

    

 (05:30 am IST)
[social_media]
 
 
[all_news_right_side]