Ye Sach Hai

News of Wednesday, 31st July, 2013

અમરેલી પંથકમાં કાર્તુસો ફુટતાં અને રાજકોટમાં ડીજી ઇન્‍સ્‍પેકશનથી અતિત તાજો

અને ડીજીપીએ રાજકોટ પોલીસ હેડ કવાર્ટરમાં જઇ કાર્તુસ રેકોર્ડ તપાસતાં, કાર્તુસ ઓછા નિકળેલા

ડીજીપી-આઇજીના ઇન્‍સ્‍પેકશનો આવા હતાઃ તત્‍કાલીન રાજકોટ પોલીસ કમિશ્નરનો જવાબ ગ્રાહ્ય ન રાખી જયુડીશ્‍યલ મેજીસ્‍ટ્રેટ તપાસ કરાવેલઃ પત્રકારોથી આધા ભાગવાને બદલે સામેથી માહીતી મેળવાતીઃ સુધીરસિંહા, રાજન પ્રિયદર્શી, પ્રવિણસિંહા, મનોજ શશીધર વિ.ના ઇન્‍સ્‍પેકશનોની તારીફઃ સુરેન્‍દ્રનાથ સિંહા આખા ગુજરાતની માહીતીથી વાકેફ રહેતાં

   તાજેતરમાં અમરેલી પંથકમાં મુદામાલ રૂમમાં રહેલા કાર્તુસો ફટાકડાના બોંબ મારફત ફુટતાં પોલીસ મથકમાં દિપોત્‍સવીની ઉજવણી જેવો માહોલ સર્જાયો પણ ૧૯૮૦ની સાલમાં રાજયના તત્‍કાલીન ડીજીપીએ પોતાના ઇન્‍સ્‍પેકશન દરમ્‍યાન રાજકોટનાં પોલીસના શહેર હેડકવાટરની મુલાકાત લઇ તેમાં રહેલા શષાગારના રજીસ્‍ટર લઇ  કાર્તુસોની મેળવણી શરૂ કરાવતાં કાર્તુસોનો નંગ મેળ મળ્‍યો નહિ અર્થાત કાર્તુસ રજીસ્‍ટ્રરમાં જે સંખ્‍યા દર્શાવેલ તે કરતાં તેઓ ચોંકી ઉઠયા અને તેમની સાથેના રાજકોટનાં પોલીસ ચીફને આ બાબતે તુર્ત તપાસ કરવા આદેશ આપતા એક કમીટીની રચના થઇ ગઇ.

   ડીજીપી દરજ્જે કે.આર.કૌશીક હતા. ત્‍યારે જે શહેર જીલ્લામાં મોટી ઘટના વખતે પોલીસની નિષ્‍ક્રિયતા તપાસ દરમ્‍યાન નિકળે તો ફટોફટ ખુલાસા પુછતા અને પરીણામે તમામ એલર્ટ બનેલાં.

   આ ગાળા દરમ્‍યાન રાજકોટ શહેર જીલ્લાની અલગ પ્રક્રિયા થઇ અને રાજકોટ શહેર પોલીસ  કમિશ્નરેટ તંત્રમાં પલ્‍ટાતા હવે પોલીસ કમિશ્નરે પણ તે બાબતે કમીટીનો સમગ્ર અહેવાલ ચકાસી ડીજીપીને પોતાના રીમાર્કસ સાથે મોકલી આપ્‍યા. તેમાં એવો ખુલાસો થયો કે રજીસ્‍ટ્રરમાં ‘જમા-ઉધાર'ની જે એન્‍ટ્રી અપ-ટુ-ડેટ રીતે થવી જોઇએ તે રીતે થઇ ન હતી. તેથી રજીસ્‍ટ્રરમાં ‘ડેબીટ' એન્‍ટ્રીમાં વપરાયેલ કાર્તુસ દર્શાવાયા ન હોવાથી કાર્તુસનો હિસાબ મળતો નથી. બાકી કાર્તુસ બારોબાર પગ કરી ગયા હોય તેવું જણાતું નથી.

   એ યુગ જુદો હતો. અખબારોએ કાર્તુસના નંગ મેળ ન મળતો હોવાની બાબત ખુબ ચમકાવેલ. તેથી ગૃહખાતા સુધી તેના પડઘા પડેલા. (નોંધઃ- એ યુગમાં માહીતી ખાતા દ્વારા જે તે વિભાગની અખબારી નોંધ સંબંધક મંત્રી-મુખ્‍યમંત્રી સુધી મોકલાતી.) એ યુગના પ્રધાનો પણ ખુબ જાગૃત હતા અને પોતાના વિભાગનાં ઉચ્‍ચ અફસરોને અખબારી કટીંગ મોકલી તેના જવાબો મેળવતાં એ જવાબ તપાસ કર્યા વગર અપાય તો ‘ખુલાસા' પુછાતા.

   ફરી મુળ વાત પર આવીએ તો ગુજરાતના તત્‍કાલીન ડીજીપીને આ વાત સરળ ન લાગી. તેમણે વળતો પત્ર લખી જણાવ્‍યું. શષાગારનો માસીક રીપોર્ટ તૈયાર કરતા અગાઉ તમામ ચકાસણી કર્યા બાદ જ ‘સર્ટીફાઇ' કરવાની પ્રણાલી કેમ ગંભીરતાથી ન લેવાઇ? બીજા શબ્‍દમાં કહીએ તો રાજકોટના તત્‍કાલીન પોલીસ કમિશ્નરનો ખુલાસો ડીજીપીએ ગ્રાહ્ય ન રાખ્‍યો અને આ બાબતે જ્‍યુડીશ્‍યલ મેજીસ્‍ટ્રેટ દ્વારા તપાસ કરાવવાનો નિર્ણય પણ કરવામાં આવેલ, એ યુગમાં ડીજીપીનું ઈન્‍સ્‍પેકશન આવુ રહેતુ, તાજેતરમાં પોલીસવડાની રાજકોટ મુલાકાત સમયે પોલીસવડાએ પત્રકારોના સવાલના જવાબમાં બંધાણી વધુ હોવાથી દારૂ વધુ આવે છે તેવી જે વાત કરી એ તે એ યુગમાં આવી વાત કલ્‍પી ન શકાય, એ યુગના ડીજીપી પ્રથમ તો પોતાના ડીજીપી વિજીલન્‍સ સ્‍કવોડને ખખડાવી દારૂની હેરફેર અટકાવવા ગુજરાતમાં પ્રવેશ દ્વાર પર નાકાબંધી ગોઠવે, જવાબદારીઓ ફિકસ કરે જો કે હવે એ યુગની વાત ‘જૂની' થઈ, જેમ સિદ્ધાંતનો જુના થયા તેમ સુધીરસિંહા, પ્રવિણસિંહા, રાજનપ્રિયદર્શી, મનોજ શશીધર વિ. જેવા અપવાદો બાદ કરીએ તો ઘણા રીડર મારફત ઈન્‍સપેકશન કરાવ્‍યાની ફરીયાદો રેન્‍જમાં ઉઠેલી એમા આવા ઈન્‍સપેકશન ક્‍યાંથી થાય? રેન્‍જ ઈન્‍સ્‍પેકશનમાં ડીવાયએસપીઓ દ્વારા દલીત વિસ્‍તારોની કેટલી મુલાકાત લીધી, જેલમાં રહેલા ગુન્‍હેગારોને ઓળખવા જેલોની મુલાકાત કેટલીવાર લીધી? આવુ પણ ઈન્‍સપેકશનમા પૂછાતું.

    સુરેન્‍દ્રનાથસિંહા પોલીસ તંત્રના પ્રભાવશાળી અફસર જેમ ડાળમાં કેરી આવે ત્‍યારે આંબો નમે તેમ આ અધિકારી જેમ ઉંચી પોસ્‍ટ પર ગયા તેમ પ્રજા-શુભેચ્‍છકો માટે વધુ નમ્ર થયેલ. તમામ જગ્‍યાએ વિશ્વાસુ પત્રકારોને અલગ તારવે, પત્રકાર પરિષદમા એ પત્રકાર ન હોય તો તે કેમ નથી? તે પૂછે જો તેઓ બિમાર હોય તો જાતે તેમને ઘેર ખબર કાઢે આવા અફસર પાસે સમગ્ર રાજ્‍યની સાચી માહિતી ન હોય તો જ નવાઈ ગણાય.

    

 (05:30 am IST)
[social_media]
 
 
[all_news_right_side]